Karnataka Election : પહેલા દિવસે જ 221 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી, જાણો કઈ પાર્ટીના કેટલા ફોર્મ ભરાયા?
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થઈ ગઈ છે. બીજેપી, કોગ્રેસ અને જેડીએસે પોતાના ઘણા ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. હવે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવવાની શરૂઆત કરી છે.
ગુરૂવારથી કર્ણાટકની આગામી ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવવાની શરૂઆત થઈ ગઈ છે. શરૂઆત થયાના પહેલા દિવસે જ કુલ 221 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. હવે આગામી એપ્રિલ સુધી ઉમેદવારી ફોર્મ ભરાશે.

ચૂંટણી પંચની જાહેરાત અનુસાર, રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી 10 મેના રોજ યોજાશે અને પરિણામ 13 મેના રોજ જાહેર કરવામાં આવશે. નામાંકન ભરવાની છેલ્લી તારીખ 20 એપ્રિલ છે અને નામાંકન પરત ખેંચવાની છેલ્લી તારીખ 24 એપ્રિલ છે.
ચૂંટણી પંચે આપેલી માહિતી અનુસાર, ગુરુવારે 197 પુરુષ ઉમેદવારો અને 24 મહિલા ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. નોમિનેશનના પ્રથમ દિવસે બીજેપીના 27, કોંગ્રેસના 26, આમ આદમી પાર્ટીના 10, જનતા દળ સેક્યુલરના 12 અને બહુજન સમાજવાદી પાર્ટીના એક ઉમેદવારે ઉમેદવારી નોંધાવી હતી. પ્રથમ દિવસે અન્ય 100 બિનમાન્યતા પક્ષો અને 45 અપક્ષ ઉમેદવારોએ પણ તેમના ઉમેદવારી પત્ર ભર્યા છે.
કોંગ્રેસ, ભાજપ અને જેડીએસે મના ઉમેદવારોને બી ફોર્મ જારી કરવાનું શરૂ કરી દીધુ છે. ટોચના નેતાઓ શક્તિ પ્રદર્શન કરીને નામાંકન ભરવાની યોજના બનાવી રહ્યા છે.












Click it and Unblock the Notifications
