Karnataka Election : BJP એ 189 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી, CM બોમ્મઈ શિગગાંવથી ચૂંટણી લડશે

લાંબી ચર્ચા બાદ આખરે બીજેપીએ કર્ણાટકમાં ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. આ યાદીમાં ઘણા પત્તા કપાયા છે અને ઘણા નવા ચહેરાઓને ટિકિટ મળી છે. યાદી અનુસાર, કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ શિગગાંવથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરુણ સિંહે જાહેર કરેલી189 ઉમેદવારોની યાદીમાં 52 નવા નામ છે. આ તમામને પહેલી વખત ટિકિટ અપાઈ છે.

Karnataka Election

યાદી અનુસાર, બીજેપીએ પ્રથમ યાદીમાં 32 OBC ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. ભાજપે 30 અનુસૂચિત જાતિના ઉમેદવારો પર પણ દાવ લગાવ્યો છે. 16 અનુસૂચિત જનજાતિના ઉમેદવારોને પણ બીજેપીએ ટિકિટ આપી છે.

189 ઉમેદવારોની આ યાદીમાં ઘણા મોટા ચહેરા સામેલ છે. આ લિસ્ટમાં 8 મહિલાઓને પણ ઉમેદવાર બનાવી મેદાનમાં ઉતારવામાં આવી છે.
પાર્ટી મહાસચિવ અરુણ સિંહે કહ્યું કે, કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને બીજેપી નેતા બીએસ યેદિયુરપ્પાના પુત્ર વિજયેન્દ્ર શિકારીપુરા બેઠક પરથી ચૂંટણી લડશે. સીએમ બસવરાજ બોમ્મઈની સરકારમાં કેબિનેટ મંત્રી બી શ્રીરામુલુ બેલ્લારી ગ્રામીણ બેઠક પરથી ચૂંટણી લડશે.

આ સિવાય ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ સીટી રવિ તેમની પરંપરાગત ચિકમગલુર બેઠક પરથી ચૂંટણી લડશે. રાજ્યના આરોગ્ય મંત્રી ડૉ.સુધાકર ચિક્કાબલ્લાપુર બેઠક પરથી ચૂંટણી લડશે. મંત્રી ડૉ.અશ્વથનારાયણ મલ્લેશ્વરમ બેઠક પરથી મેદાનમાં છે.

આ સિવાય કર્ણાટક સરકારના મંત્રી આર અશોક બે બેઠકો પરથી પોતાનું નસીબ અજમાવશે. ભાજપે અશોકને પદ્મનાભનગર અને કનકપુરા વિધાનસભા બેઠક માટે ઉમેદવાર બનાવ્યા છે. અશોક કનકપુરામાં કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર સામે ચૂંટણી લડશે.

અહીં બીજેપીએ પૂર્વ ડેપ્યુટી સીએમ લક્ષ્મણ સાવદીને અથાણી સીટ પરથી ટિકિટ ન આપીને ચોંકાવ્યા છે. આ વખતે પાર્ટીએ સીપી યોગેશ્વરને ચન્નાપટનામાં ઉતાર્યા છે. જેડીએસ નેતા અને પૂર્વ સીએમ એચડી કુમારસ્વામી પણ અહીંથી ચૂંટણી લડી રહ્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X