Karnataka election : બીજેપી OBC નું સારૂ નથી ઈચ્છતી, કોંગ્રેસ અધિકાર આપશે-રાહુલ ગાંધી

કર્ણાટકમાં રાહુલ ગાંધી આ દિવસોમાં બીજેપી પર પ્રહાર કરવાનો કોઈ મોકો નથી છોડી રહ્યા. કર્ણાટકમાં બીજેપીને પાર્ટી અંદર અને બહાર બન્ને તરફથી મોટી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે હવે રાહુલ ગાંધીએ ફરી એક વખત ઓબીસી મુદ્દે બીજેપી પર પ્રહાર કર્યા છે.

ચૂંટણીને હવે મહિનાથી પણ ઓછો સમય છે ત્યારે રાહુલ ગાંધી ફુલ એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે. લોકસભામાંથી અમાન્ય જાહેર થયા બાદ રાહુલ ગાંધી કર્ણાટક પહોંચ્યા છે. કર્ણાટક ચૂંટણી પ્રચારના બીજા દિવસે રાહુલ ગાંધીએ તેમના ભાષણમાં OBC આરક્ષણને લઈને જનતાને વચન આપતી વખતે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.

Karnataka election

રાહુલ ગાંધીએ કહ્યું કે, ભારતમાં જો કોઈએ પહેલીવાર લોકશાહીની વાત કરી હોય અને આપણને લોકશાહીનો રસ્તો બતાવ્યો તો તે બસવન્નાજી હતા. રાહુલ ગાંધીએ કહ્યું કે કર્ણાટકનું બિદર 12મીં સદીના સમાજ સુધારક બસવન્નાની કર્મભૂમિ છે.

સભાને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે, દુખની વાત છે કે આજે આરએસએસ અને બીજેપી લોકશાહી પર હુમલો કરી રહી છે. બીજેપી અને આરએસએસ બાસવન્નાના સમાન ભાગીદારી, સમાન તક અને બધાએ સાથે મળીને આગળ વધવાના આદર્શો પર હુમલો કરી રહી છે. બન્ને ભારતમાં નફરત અને હિંસા ફેલાવી રહ્યા છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, તે ભારતમાં નફરત અને હિંસા ફેલાવી રહ્યા છે અને તેઓ ગરીબ અને નબળા વર્ગો પાસેથી પૈસા લઈને બે કે ત્રણ અમીર લોકોને આપી રહ્યા છે. અહીં રાહુલ ગાંધી સાથે એઆઈસીસીના જનરલ સેક્રેટરી કેસી વેણુગોપાલ અને રણદીપ સિંહ સુરજેવાલા, કેપીસીસીના કાર્યકારી પ્રમુખ અને ભાલકી વિધાનસભા બેઠકના ઉમેદવાર ઈશ્વર ખંડરે પણ હાજર હતા.

રાહુલ ગાંધીએ બિદરના ભાલકીમાં સભાને સંબોધતા કહ્યું કે, તમે કર્ણાટકમાં બીજેરીને સારી રીતે જાણો છો. 40 ટકા કમિશન સરકાર વિરુદ્ધ કર્ણાટકના લોકોના નારા મેં નથી બનાવ્યા, તે લોકો દ્વારા આપવામાં આવ્યા છે. ભાજપ પર બોલતા પહેલા હું તમને જણાવવા માંગુ છું કે ચૂંટણી જીત્યા પછી કોંગ્રેસની સરકાર કર્ણાટકમાં શું કરશે.

તેમણે કહ્યું કે, કોંજો આપણે દેશમાં ઓબીસીને આગળ લઈ જવા ઈચ્છતા હોઈએ અને તેમને તેમનો હક આપવો હોય તો પહેલું પગલું વડાપ્રધાને OBC વસ્તી ગણતરીના આંકડા જાહેર કરવા પડશે. પીએમ આવું ક્યારેય નહીં કરે, કારણ કે તે આ બિલકુલ કરવા માંગતા નથી. કોંગ્રેસ તક મળતાં જ આ કરશે.

અહીં તમને જણાવી દઈએ કે, કર્ણાટકમાં બસવરાજ બોમ્મઈની સરકારે ચૂંટણી પહેલા મુસ્લિમોને આપવામાં આવેલ 4 ટકા ઓબીસી આરક્ષણને નાબૂદ કરી દીધું છે, આ અનામતને લિંગાયત અને વોક્કાડિગા સમુદાયોમાં બે-બે ટકા વહેંચવાનો નિર્ણય લીધો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X