Karnataka Election : બીજેપીની વધુ એક વિકેટ પડી, અયાનુર મંજુનાથ જેડીએસમાં સામેલ થયા
કર્ણાટક વિધાનસભા ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ બીજેપીની સ્થિતી વધુને વધુ બગડી રહી છે. ટિકિટ કપાતા મોટી સંખ્યામાં બીજેપી નેતાઓએ પાર્ટી છોડી છે ત્યારે હવે વધુ એક વિકેટ પડી છે. હવે સિનિયર નેતા અયાનુર મંજુનાથે પાર્ટી છોડીને જેડીએસનો હાથ પકડ્યો છે.
એમએલસી અયાનુર મંજુનાથ બીજેપીમાંતી ટિકિટ ન મળતા નારાજ હતા. હવે બીજેપી છોડીને જેડીએસમાં જોડાયા છે. તેમણે આરોપ લગાવ્યો કે, તેમણે ટિકિટ માંગી હતી પરંતુ તેમને ટિકિટ આપવામાં આવી નથી.

બીજેપી સામે બળવો પોકાર્યા બાદ અયાનુર મંજુનાથે બેંગલુરુમાં એચડી કુમારસ્વામીની હાજરીમાં જેડીએસની સદસ્યતા લીધી હતી. કુમારસ્વામીએ જાહેરાત કરી છે કે મંજુનાથ શિવમોગા સિટી મતવિસ્તારમાંથી JDS પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે.
કુમારસ્વામીએ કહ્યું કે તેઓ શિવમોગાથી જેડીએસના ઉમેદવાર હશે. મંજુનાથે કહ્યું કે તેઓ આજે એમએલસી પદ પરથી રાજીનામું આપશે અને ગુરુવારે નામાંકન દાખલ કરશે.
અયાનુર મંજુનાથે શિવમોગા સિટી મતવિસ્તારમાંથી પાર્ટીની ટિકિટ માંગી હતી. હાલ આ બેઠકનું પ્રતિનિધિત્વ કેએસ ઇશ્વરપ્પા કરે છે. જો કે પાર્ટીએ હજુ ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. કેએસ ઇશ્વરપ્પાના પુત્ર કેઇ કંટેશ ભાજપ તરફથી ટિકિટના પ્રબળ દાવેદાર છે. ભાજપ હાઈકમાન્ડના આદેશ પર ઈશ્વરપ્પાએ ચૂંટણીની રાજનીતિ છોડી દીધી છે.
છેલ્લા 6-7 મહિનાથી અયાનુર મંજુનાથની JDSમાં જોડાવાની ચર્ચા ચાલી રહી હતી. એ વાતની પુષ્ટિ થઈ કે બીજેપી તેમને ટિકિટ નહીં આપે તો તેમણે BJP છોડીને JDS પાર્ટીમાં જોડાવાનો નિર્ણય કર્યો હતો.
કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે 10 મેના રોજ મતદાન થશે અને ચૂંટણીના પરિણામો 13 મેના રોજ જાહેર કરવામાં આવશે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે ઉમેદવારી પત્ર ભરવાનો છેલ્લો દિવસ 20 એપ્રિલ છે. અયાનુર મંજુનાથ અને ઇશ્વરપ્પા બંને વચ્ચેનો આ ચૂંટણી જંગ રસપ્રદ બનવા જઈ રહ્યો છે.












Click it and Unblock the Notifications
