Karnataka Election : કોંગ્રેસ-બીજેપી કાર્યકર્તાઓ વચ્ચે મારામારી, પોલીસ સહિત ઘણા લોકો ઘાયલ
કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી પુરી થઈ ગઈ છે અને એક્ઝિટ પોલમાં કોંગ્રેસ પાર્ટી મેદાન મારી રહી હોવાના સંકેત મળી રહ્યા છે. કોંગ્રેસની જીત થઈ રહી હોવાના સંકેતો મળતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉત્સાહમાં જોવા મળી રહ્યા છે. આ ઉત્સાહ વચ્ચે હવે બીજેપી-કોગ્રેસના કાર્યકર્તાઓ વચ્ચે મારામારીના અહેવાલ છે.
અહેવાલો અનુસાર, બુધવારે મુદુશેદ્દેમાં કોંગ્રેસ અને બીજપી કાર્યકરો વચ્ચે મારામારી થઈ હતી. આ મારામારીમાં કેટલાક લોકો ઘાયલ થયા છે અને ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા છે. આ ઘટનામાં એક પોલીસકર્મી પણ ઘાયલ થયો છે. અહેવાલો અનુસાર, પોલીસના એક વાહનને પણ નુકસાન થયું છે.

આ મુદ્દે માહિતી આપતામેંગલુરુ પોલીસ કમિશનર કુલદીપ કુમાર આર જૈને જણાવ્યુ કે, આ મામલે 5 FIR નોંધવામાં આવી છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવા 5 પોલીસ સ્ટેશનની હદમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.
તેમણે આગળ જણાવ્યુ કે, અમે આ સંબંધમાં 4 લોકોની ધરપકડ કરી છે અને તેમને ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા છે. તેમણે આગળ જણાવ્યુ કે, અમે ઘટનામાં સામેલ અન્ય લોકોની ઓળખ કરી રહ્યા છીએ.
અહેવાલો અનુસાર, એક્ઝિટ પોલ બાદ કોંગ્રેસ કાર્યકર્તાઓએ જીતના સંકેત મળતી બીજેપી પર ટિપ્પણી કરતા મામલો બિચક્યો હતો. આમાંથી જ મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. હવે પોલીસે કેસમાં 4 લોકોની ધરપકડ કરી છે અને આગળની કાર્યવાહી કરી રહી છે.












Click it and Unblock the Notifications
