Karnataka Election: ભાજપમાંથી રાજીનામુ આપી પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટારે જોઈન કર્યુ કોંગ્રેસ
Karnataka Election: કર્ણાટક વિધાનસભા ચૂંટણી પહેલા ભાજપને એક મોટો ઝટકો લાગ્યો છે, જ્યાં પૂર્વ સીએમ જગદીશ શેટ્ટાર કોંગ્રેસમાં જોડાયા છે. તેમણે એક દિવસ પહેલા જ વિધાનસભાના સભ્યપદેથી રાજીનામુ આપીને ભાજપ છોડી દીધુ હતુ.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે શેટ્ટારને પાર્ટીમાં સામેલ કરવા માટે બેંગ્લોરમાં પાર્ટી કાર્યાલય પહોંચ્યા હતા. અહીં તેમણે શેટ્ટારનુ પાર્ટીમાં સ્વાગત કર્યુ હતુ. જે દરમિયાન KPCC પ્રમુખ ડીકે શિવકુમાર અને કોંગ્રેસના નેતાઓ રણદીપ સુરજેવાલા, સિદ્ધારમૈયા વગેરે પણ હાજર હતા.

કોંગ્રેસમાં જોડાવા અંગે શેટ્ટારે કહ્યુ કે ગઈકાલે (રવિવારે) મે ભાજપમાંથી રાજીનામુ આપ્યુ હતુ અને આજે હું કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યો છુ. વિપક્ષી નેતા તરીકે ઘણાને આશ્ચર્ય થયુ છે, ભૂતપૂર્વ સીએમ અને પાર્ટી અધ્યક્ષ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે. ભાજપે મને દરેક પદ આપ્યુ છે અને પાર્ટીના કાર્યકર તરીકે મે હંમેશા પાર્ટીના વિકાસ માટે કામ કર્યુ છે.
તેમણે વધુમાં કહ્યુ કે મે વિચાર્યુ હતુ કે એક વરિષ્ઠ નેતા હોવાના કારણે મને ટિકિટ મળશે પરંતુ મને જ્યારે ખબર પડી કે મને ટિકિટ નથી મળી રહી તો હું ચોંકી ગયો. મારી સાથે કોઈએ વાત નથી કરી, કોઈએ મને ખાતરી પણ નથી આપી કે મને આગળ કયુ પદ મળશે?












Click it and Unblock the Notifications
