Karnataka Election : કર્ણાટકમાં કોંગ્રેસને વીરશૈવ લિંગાયત ફોરમનું સર્મર્થન, જાણો આનાથી પાર્ટીને કેટલો ફાયદો થશ
કર્ણાટકમાં પહેલેથી જ બીજેપી પર ભારી પડી રહેલી કોંગ્રેસ પાર્ટી માટે વધુ એક સારા સમાચાર છે. રાજ્યમાં સત્તાધારી બીજેપીને સત્તામાંથી બહાર કરવા માટે મેદાનમાં ઉતરેલી કોંગ્રેસને વીરશૈવ લિંગાયત ફોરમનું સર્મથન મળ્યુ છે.
સમાચારો અનુસાર, કર્ણાટક વીરશૈવ લિંગાયત ફોરમે કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને સમર્થન વચન આપતો સત્તાવાર લેટર જારી કર્યો છે.. ફોરમે સત્તાવાર સમર્થન આપતા લિંગાયત સમુદાયને કોંગ્રેસને મત આપવા વિનંતી કરી છે.

ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે આ મોટી સંજીવની મનાઈ રહી છે. અગાઉ કોંગ્રેસના નેતાઓ શમનુર શિવશંકરપ્પા અને જગદીશ શેટ્ટર પણ કર્ણાટકના હુબલીમાં લિંગાયત સંતોને મળ્યા હતા. હવે સમર્થનથી કોંગ્રેસને મોટો ફાયદો થવા જઈ રહ્યો છે.
મીડિયા રિપોર્ટ અનુસાર, વીરશૈવ લિંગાયત સ્થાવર લિંગ એટલે કે એક સ્થાન પર સ્થિત નિશ્ચિત લિંગની પૂજા કરે છે. ઈષ્ટ લિંગને ગળામાં પહેરી શકાય છે અને તે એક જગ્યાએ સ્થિર નથી રહેતા. કોઈ લિંગાયતને પ્રાર્થના કરવાની હોય ત્યારે તે આ શિવલિંગને પોતાની હથેળી પર ગળામાં રાખીને પ્રાર્થના કરે છે. વીરશૈવ અને લિંગાયતો વચ્ચે આ સૌથી મોટો તફાવત છે.
અહીં એ પણ જાણવુ જરૂરી છે કે, કર્ણાટકમાં લિંગાયત વોટ બેંક મહત્વની છે. લિંગાયતોની કર્ણાટકમાં 17 ટકા વસ્તી છે. આ જ કારણ છે કે બીએસ યેદિયુરપ્પા પાર્ટીમાં 75 વર્ષની વય મર્યાદાને કારણે સીએમ પદ પરથી હટી ગયા ત્યારે બીજેપીએ અન્ય લિંગાયત ચહેરા બસવરાજ બોમ્મઈને સીએમ બનાવ્યા હતા.
હવે ચૂંટણી પ્રચાર માટે ગણતરીના કલાકો બચ્યા છે ત્યારે તમામ પાર્ટીઓ છેલ્લી ઘડીન પ્રચારમાં જોર લગાવી રહી છે. અહીં કોંગ્રેસ, બીજેપી અને જેડીએસ વચ્ચે ત્રિપાંખીયો મુકાબલો જોવા મળી રહ્યો છે.












Click it and Unblock the Notifications
