Karnataka Election : JDS એ ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી, જાણો સિદ્ધારમૈયા સામે કોણ છે ઉમેદવાર?

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે હાલ ઉમેદવારી ફોર્મ ભરાઈ રહ્યા છે ત્યારે હવે જેડીએસે ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરી છે.કર્ણાટકની લોકલ પાર્ટી અને કિંગ મેકર બની રહેલી જેડીએસે હવે ઉમેદવારોની વધુ એક યાદી જાહેર કરી છે.

બીજેપી અને કોંગ્રેસ દ્વારા મોટા ભાગના ઉમેદવારો જાહેર કરી દેવાયા છે ત્યારે હવે જેડીએસે આ યાદીમાં માત્ર છ નામ જાહેર કર્યા છે. આ યાદી સાથે પાર્ટી કુલ 149 ઉમેદવારો જાહેર કરી ચુકી છે. આ પહેલા પાર્ટીએ પહેલી યાદીમાં 93 અને બીજી યાદીમાં 50 ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા.

karnataka

આ ત્રીજી યાદીમાં રઘુ આચરનું નામ સામેલ છે. કોંગ્રેસમાંથી MLC રહી ચુકેલા રઘુ આચરને પાર્ટીએ ચિત્રદુર્ગથી મેદાનમાં ઉતાર્યા છે. પૂર્વ ધારાસભ્ય ડૉ.ભારતી શંકર વરુણાથી ચૂંટણી લડશે. વરુણા એ બેઠક છે જ્યાં કોંગ્રેસ અને ભાજપે પોતાના મજબૂત નેતાઓને મેદાનમાં ઉતાર્યા છે

વરુણા સીટ પર ડો. ભારતી શંકરનો મુકાબલો પૂર્વ સીએમ અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયા સાથે થશે. બીજી તરફ કોંગ્રેસમાંથી જેડી(એસ)માં જોડાયેલા ડૉ. દેવરાજ પાટીલને બાગલકોટ મતવિસ્તારમાંથી ટિકિટ અપાઈ છે.

આ સિવાય એમ એન મુથપ્પાને કોડાગુ જિલ્લાના જિલ્લા મુખ્યાલય મડિકેરી અને મૂડબિદ્રીથી અમરશ્રીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પૂર્વ મંત્રી એબી મલાકા રેડ્ડી યાદગીરથી ચૂંટણી લડી રહ્યા છે. જેડી(એસ)ની આ ત્રીજી યાદી છે અને આગામી દિવસોમાં પાર્ટી દ્વારા વધુ નામો જાહેર કરશે.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે, કોંગ્રેસે શનિવારે આગામી કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે 43 નામો સાથે ઉમેદવારોની ત્રીજી યાદી બહાર પાડી છે. પાર્ટીએ હજુ 15 વધુ ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી. ભાજપ તેની અંતિમ યાદી ગમે ત્યારે જાહેર કરી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X