Karnataka Election : JDS નેતા અને પુર્વ સાંસદ શિવરામ ગૌડા બીજેપીમાં જોડાયા
કર્ણાટકમાં એક તરફ વિધાનસભા ચૂંટણી માટે પ્રચાર ચાલી રહ્યો છે ચો બીજી તરફ નેતાઓના પક્ષ બદલાવનો સિલસિલો પણ ચાલુ છે. હવે કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી કુમાર સ્વામીની પાર્ટી જનતા દળ સેક્યુલરના એક મોટા નેતાએ બીજેપી જોઈન કરી લીધુ છે. માંડ્યાના પૂર્વ સાંસદ LR શિવરામ ગૌડા JDS પાર્ટી છોડીને હવે બીજેપીમાં જોડાયા છે. શિવરામ ગૌડાએ બેંગલુરુમાં કર્ણાટક બીજેપીના અધ્યક્ષ નલિંકુમાર કટીલની હાજરીમાં ભગવો ખેસ પહેર્યો હતો.

નેતાઓ એક પછી એક પક્ષ પલટા કરી રહ્યા છે ત્યારે આ પહેલા કર્ણાટકના અર્કલગુડથી જેડીએસના ધારાસભ્ય એટી રામાસ્વામી પાર્ટી છોડીને બીજેપીમાં જોડાયા હતા. તે પહેલા ગુબ્બીથી ચાર વખત ધારાસભ્ય રહી ચૂકેલા એસઆર શ્રીનિવાસ ચૂંટણીની તારીખો જાહેર થયા બાદ 27 માર્ચે પદ પરથી રાજીનામું આપનાર પ્રથમ નેતા હતા. રાજીનામું આપીને એસઆર શ્રીનિવાસ કોંગ્રેસમાં જોડાયા હતા.
જો કે અહીં બીજેપીને પણ ઝટકા લાગી રહ્યા છે. ભાજપ છોડીને નેતા નેતા કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. સોમવારે કુદલિગીથી બીજેપી ધારાસભ્ય એનવાય ગોપાલકૃષ્ણ ભાજપ છોડીને કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. બીજી તરફ પૂર્વ JDS સાંસદ બીજેપીમાં જોડાયા બાદ બેંગલુરુમાં બીજેપીના રાષ્ટ્રીય મહાસચિવ સીટી રવિએ કહ્યું કે, લોકો બીજેપીની તરફેણમાં છે. આ વખતે કર્ણાટકમાં અમને વધુ બેઠકો અને વધુ વોટ શેર મળશે.












Click it and Unblock the Notifications
