Karnataka Election : પ્રચારના અંતિમ દિવસે ખડગેનું ઈમોશનલ કાર્ડ, કહ્યું- હું કર્ણાટકનો કર્ણાટકનો ધરતીપુત્ર
કર્ણાટકમાં ચૂંટણી પ્રચાર ખતમ થઈ ગયો છે. હવે તમામ પાર્ટીઓના ઉમેદવારો માટે 10 મેં ના રોજ મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે પ્રચારના અંતિમ દિવસે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખડગેએ ઈમોશનલ કાર્ડ રમીને બીજેપીને માત આપી છે.
પ્રચારના અંતિમ દિવસે ખડગે પોતાના હોમ ટાઉન કર્ણાટકમાં પ્રચાર માટે પહોંચ્યા હતા. અહીં તેમને ઈમોશનલ કાર્ડ ખેલતા મોટી વાત કરી. લોકોને મત આપવાની અપીલ કરતા ખડગેએ પોતાને કર્ણાટકના ધરતી પુત્ર ગણાવ્યા.

કોંગ્રેસ રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે તે 81 વર્ષના છે અને જો કોઈ તેમને ખતમ કરવા માંગતું હોય તો કરી દે, હું મારા અંતિમ શ્વાસ સુધી લડાઈ ચાલુ રાખીશ. હું મારા છેલ્લા શ્વાસ સુધી ગરીબો માટે લડતો રહીશ અને તેમના હિતોનું રક્ષણ કરીશ.
ખડગેએ આગળ મતદારોને વિનંતી કરી અને પોતાને કર્ણાટકના ધરતી પુત્ર તરીકે કોંગ્રેસ પક્ષના અધ્યક્ષ બનાવવામાં આવ્યા હોવાનું જણાવ્યુ. તેમણે કહ્યું કે, લોકો આ હકીકત પર ગર્વ કરે અને વિશ્વાસનું સન્માન કરી કોંગ્રેસને જીત અપાવે. જનતાને કોંગ્રેસને મત આપવા અપીલ કરતાં તેમણે કહ્યું કે, કોંગ્રેસ પાર્ટીએ કર્ણાટકના ધરતી પુત્રમાં જે વિશ્વાસ મૂક્યો છે તેને તૂટવા ન દો.
અહીં તમને જણાવી દઈએ કે, કોંગ્રેસે તાજેતરમાં આરોપ લગાવ્યો હતો કે બીજેપી ઉમેદવાર દ્વારા ખડગે અને તેમના પરિવારને સાફ કરવા માટે હત્યાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
