Karnataka election : કિચ્ચા સુદીપે બીજેપી માટે પ્રચાર શરૂ કર્યો, મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા
કર્ણાટક ફતેહ કરવા માટે બીજેપીએ તેની તમામ તાકાત લગાવી દીધી છે. હવે બીજેપીએ તેના નેતાઓ સાથે સાથે ફિલ્મી સ્ટારને પણ મેદાનમાં ઉતાર્યા છે. આ ક્રમમાં કન્નડ ફિલ્મ સ્ટાર કિચ્ચા સુદીપે બીજેપી માટે પ્રચાર કર્યો હતો.
કન્નડ અભિનેતા કિચ્ચા સુદીપે ચિત્રદુર્ગમાં મોલાકલમુરુ વિધાનસભા મતવિસ્તારમાં બીજેપીના ઉમેદવાર એસ થિપ્પેસ્વામી માટે પ્રચાર કર્યો હતો. અહીં પ્રચાર દરમિયાન મોટી સંખ્યામાં બીજેપી સમર્થકો જોવા મળ્યા હતા. સુદીપ કિચ્ચા રોડ શોમાં ચિત્રદુર્ગના લોકો હાથ લહેરાવતીને અભિવાદન કરતા જોવા મળ્યા હતા.

કર્ણાટકમાં ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ બીજેપી અને કોંગ્રેસ બંનેએ પ્રચાર તેજ કર્યો છે. કેન્દ્રીય મંત્રીઓ, વરિષ્ઠ નેતાઓ અને સ્ટાર પ્રચારકો રેલી અને રોડ શો માટે પહોંચી રહ્યા છે.
સીએમ બસવરાજ બોમ્મઈએ મંગળવારે હુબલી-ધારવાડ પશ્ચિમ વિધાનસભા ક્ષેત્રમાં પ્રચાર કર્યો હતો. આ સિવાય કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ રોડ શો યોજીને મતદારોને રિઝવવા પ્રયાસ કર્યો હતો.
કોંગ્રેસે આ વખતે પુરી તાકાત લગાવી દીધી છે ત્યારે પ્રિયંકા ગાંધી બુધવારે મૈસૂર અને ચામરાજનગરની મુલાકાતે પહોંચી હતી. આ જૂનો મૈસૂર પ્રદેશ કહેવાય છે અને વોક્કાલિગા સમુદાયનો ગઢ છે.
બીજી તરફ રક્ષા મંત્રી રાજનાથ સિંહ કર્ણાટકના બેલગાવી અને બાગલકોટ જિલ્લામાં પ્રચારમાં જોડાવા જઈ રહ્યા છે. કર્ણાટકમાં 10મી મેના રોજ મતદાન થશે અને 13મી મેના રોજ પરિણામો જાહેર થશે.












Click it and Unblock the Notifications
