Karnataka Election : 10 હજારના સિક્કા લઈને ઈલેક્શન ફોર્મ ભરવા પહોંચ્યા નેતાજી, જુઓ વીડિયો
કર્ણાટકમાં હાલ ઉમેદવારી પત્રો ભરાઈ રહ્યા છે. તમામ પાર્ટીના નેતાઓ સમર્થકો સાથે ઉમેદવારી પત્રો ભરવા માટે પહોંચી રહ્યા છે. ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા વચ્ચે હવે એક નેતા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
કર્ણાટક ચૂંટણી યાદગીર સીટ માટે એક ઉમેદવાર યંકપ્પા ઉમેદવારી ફોર્મ ભરવા પહોંચ્યા હતા. જો કે તેમને ફોર્મ ભરવામાં અધિકારીઓનો પરસેવો છોડાવી દીધો છે. અહીં યંકપ્પા 10 હજાર રૂપિયાની ડિપોઝીટ માટે 10 હજાર સિક્કા લઈને પહોંચ્યા હતા. હવે તેમનો આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

મતવિસ્તારના વિવિધ લોકો પાસેથી સિક્કા ભેગા કરીને ફોર્મ ભરવા માટે પહોંચેલા યંકપ્પાએ કહ્યું કે, તે પોતાનું જીવન તેમના સમુદાયના લોકો અને ગ્રામવાસીઓ માટે સમર્પિત કરશે. સાથે જ એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં એક વ્યક્તિ સિક્કા ગણી રહ્યો છે.
યંકપ્પા દ્વારા લાવેલા આ 10 હજાર સિક્કાઓની ગણતરીમાં અધિકારીઓનો પરસેવો છૂટી ગયો હતો. આ સિક્કા ગણવામાં અધિકારીઓને બે કલાકથી વધુ સમય લાગ્યો. અપક્ષ ઉમેદવાર યંકપ્પાએ યાદગીર મતવિસ્તારમાંથી ઉમેદવારી પત્ર ભર્યું છે.
#WATCH | An independent candidate Yankappa paid his deposit money of Rs 10,000 entirely in one rupee coins while filing his nomination from Yadgir constituency of Karnataka. He collected the coins from people across the constituency, to contest the Karnataka elections on May 10. pic.twitter.com/OIfcLF223d
— ANI (@ANI) April 19, 2023
મંગળવારે તે તહસીલદારની ઓફિસે પહોંચ્યા હતા. યંકપ્પાએ તેમના ગળામાં સમાજ સુધારકોના પોસ્ટરો પહેર્યા હતા, જેમાં સુધારક બસવેશ્વર, કર્ણાટક કનકદાસાના સંત-કવિ, સ્વામી વિવેકાનંદ, ડૉ. બી.કે. આર. આંબેડકર અને બંધારણની પ્રસ્તાવના હતી.
ઉમેદવારી ફોર્મ અનુસાર, યંકપ્પા ગુલબર્ગ યુનિવર્સિટીમાંથી આર્ટ્સમાં સ્નાતક છે. યંકપ્પાની કુલ સંપત્તિ 60 હજાર છે. તેમના પિતા દેવીન્દ્રપ્પા પાસે એક એકર અને 16 ગુંઠા જમીન છે.












Click it and Unblock the Notifications
