For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક ચૂંટણી: પરિણામ પહેલા બીજેપી નેતાના હોટેલથી 1000 પોસ્ટલ બેલેટ મળ્યા

કર્ણાટક ચૂંટણીના એક દિવસ પહેલા સોમવારે 1000 જેટલા પોસ્ટલ બેલેટ મળી આવ્યા છે. આ બધા જ બેલેટ ભાજપા કાર્યકર્તાઓ પાસેથી મળ્યા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કર્ણાટક ચૂંટણીના એક દિવસ પહેલા સોમવારે 1000 જેટલા પોસ્ટલ બેલેટ મળી આવ્યા છે. આ બધા જ બેલેટ ભાજપા કાર્યકર્તાઓ પાસેથી મળ્યા છે. આ બધા જ પોસ્ટલ બેલેટ બાદામીના એક હોટેલથી મળી આવ્યા છે. કર્ણાટક ચૂંટણી પરિણામ આવવાના એક દિવસ પહેલા સોમવારે રાત્રે હોટેલથી પોસ્ટલ બેલેટ મળવાથી કોંગ્રેસનું એક આખું પ્રતિનિધિ મંડળ ચુનાવ આયોગ પાસે પહોંચી કર્ણાટક ચીફ ઈલેક્શન કમિશનર સાથે મુલાકાત કરીને સખત એક્શન લેવા માટે માંગ કરી છે.

karnataka election

ન્યુઝ 18 અનુસાર બાદામી હોટલમાં બીજેપીના કેટલાક કાર્યકર્તા જયારે પોસ્ટલ બેલેટ ખોલી રહ્યા હતા ત્યારે તે મળી આવ્યા. જે હોટલમાં બીજેપી કાર્યકર્તાઓ પાસે 1000 જેટલા પોસ્ટલ બેલેટ મળ્યા તે હોટેલ એક બીજેપી નેતાની જણાવવામાં આવી રહી છે. આપણે જણાવી દઈએ કે મુખ્યમંત્રી સિદ્ધારમૈયા બાદામી વિધાનસભા ક્ષેત્રથી ઈલેક્શન લડી રહ્યા છે. કોંગ્રેસ પ્રવક્તા પ્રિયંકા ચતુર્વેદી ઘ્વારા બીજેપી ને હતાશ જણાવી તેની સામે કડક એક્શન લેવા માટે માંગ કરી છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે આવશે. આ વખતે રાજ્યમાં સરકારની રચના કરવામાં આવશે, તે થોડા કલાકો પછી ખબર પડી જશે. આ દરેકના મનમાં પ્રશ્ન છે કે આખરે કર્ણાટકના લોકોએ આ વખતે કોના પક્ષમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ વખતે કર્ણાટકમાં મુખ્ય લડાઈ ભાજપ, કૉંગ્રેસ અને જનતા દળ સેક્યુલર વચ્ચે છે. 12 મેના રોજ યોજાયેલી કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં 70 ટકા મતદાન યોજવામાં આવ્યું હતું.

English summary
Karnataka election over 1000 postal ballot covers found bjp leader hotel in badami.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X