કર્ણાટકમાં 222 બેઠકો માટે મતદાન શરૂ, પરિણામ 15 મીએ

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે આજે શનિવારે 224 માંથી 222 બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયુ છે. 2 બેઠકો પર ચૂંટણી રદ કરવામાં આવી છે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે આજે શનિવારે 224 માંથી 222 બેઠકો માટે મતદાન શરૂ થઈ ગયુ છે. 2 બેઠકો પર ચૂંટણી રદ કરવામાં આવી છે. જેમાં 10,000 વોટર્સ કાર્ડ મળવાને કારણે રાજરાજેશ્વરી નગરની બેઠક પર મતદાન સ્થગિત કરવામાં આવ્યુ છે. પરિણામ 15 મે ના રોજ જાહેર કરવામાં આવશે.

yediyurappa

ચૂંટણીમાં પહેલી વખત મોબાઈલ એપનો ઉપયોગ કરવામાં આવનાર છે. જે દ્વારા મતદારોને બૂથ પર કેટલી લાઈન છે તેની જાણકારી મળી રહેશે. કર્ણાટકમાં કોંગ્રેસ, ભાજપ અને જેડીએસ વચ્ચે ત્રિપાંખીયો જંગ છે.

મતદાન શરુ થતા જ ભાજપના મુખ્યમંત્રી પદના ઉમેદવાર બીએસ યેદિપુરપ્પાએ શિમોગના શિકારીપુરમાંથી મતદાન કર્યુ. તેમણે લોકોને સંબોધતા કહ્યુ કે લોકો સિદ્ધારમૈયા સરકારથી કંટાળી ગયા છે. હું લોકોને અપીલ કરુ છુ કે તેઓ વધુને વધુ મતદાન કરે. હું વિશ્વાસ આપુ છુ કે અમે સારી સરકાર લાવીશુ.

કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ પુત્તૂરમાં મતદાન કર્યુ છે. તેમણે કહ્યુ કે આ વખતે વધુ મતદાન થશે. લોકો સિદ્ધારમૈયા સરકારને રાજ્યમાંથી હટાવવા માંગે છે. મને આશા છે કે લોકો મોટી સંખ્યામાં મતદાન કરવા માટે ઘરેથી નીકળશે. વળી, મતદાન કરતાં પહેલા બાદામીથી ભાજપના ઉમેદવાર બી શ્રીરામુલુએ ગાયની પૂજા કરી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X