Karnataka Election Result 2023: કર્ણાટક પરિણામો પહેલા દિલ્લી કોંગ્રેસ કાર્યાલયમાં વાગવા લાગ્યા જીતના ઢોલ
Karnataka Election Result 2023: કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણીના પરિણામ આજે આવશે. જો કે, પરિણામ આવે તે પહેલા જ રાજકીય પક્ષોએ જીતની ઉજવણી શરૂ કરી દીધી છે.
દિલ્હીમાં કોંગ્રેસના મુખ્યાલયમાં પાર્ટી કાર્યકર્તાઓ ખૂબ જ ઉત્સાહિત છે. પરિણામ આવે તે પહેલા જ પાર્ટીના કાર્યકરોને વિશ્વાસ છે કે તેમની પાર્ટી જીતશે. કોંગ્રેસ કાર્યાલયમાં ઢોલ-નગારાં વગાડવા માંડ્યા છે.

નોંધનીય છે કે કર્ણાટકમાં કુલ 224 વિધાનસભા બેઠકો છે. તમામ 224 બેઠકો માટે 10 મેના રોજ એક સાથે મતદાન થયુ હતુ. મતદાન બાદ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ બંનેએ પોતાની જીતનો દાવો કર્યો છે. જ્યારે જેડીએસનું કહેવું છે કે તે કિંગ મેકરની ભૂમિકામાં હશે.
ચૂંટણી બાદ જે રીતે એક્ઝિટ પોલના આંકડા સામે આવ્યા છે તે જોતા કોંગ્રેસની જીત થતી જોવા મળી રહી છે. એક્ઝિટ પોલના આંકડાઓથી ઉત્સાહિત કોંગ્રેસને વિશ્વાસ છે કે તે આ વખતે રાજ્યમાં સત્તામાં પરત ફરશે.
#WATCH | Celebration begins at the Congress office in Delhi ahead of the counting of votes for the 224 seats in the Karnataka Legislative Assembly elections held on May 10.#KarnatakaElectionResults2023 pic.twitter.com/FCSZrwv01C
— ANI (@ANI) May 13, 2023












Click it and Unblock the Notifications
