For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક ઈલેક્શન: સતત બીજા દિવસે પણ વધ્યા પેટ્રોલ ડીઝલના ભાવ

કર્ણાટક ઈલેક્શન પૂરું થયા પછી સતત બે દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધી રહી છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

કર્ણાટક ઈલેક્શન પૂરું થયા પછી સતત બે દિવસથી પેટ્રોલ અને ડીઝલની કિંમતો વધી રહી છે. સોમવારે 19 દિવસ પછી વધારવામાં આવેલા પેટ્રોલ અને ડીઝલની કિંમત પછી સતત બીજા દિવસો મંગળવારે પણ વધારો જોવા મળ્યો છે. આ વધારા સાથે પેટ્રોલ અને ડીઝલની કિંમત રેકોર્ડ સ્તરે પહોંચી ચુકી છે. જયારે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં વધારો થઇ રહ્યો છે. આપણે જણાવી દઈએ કે કાચા તેલની કિંમત 75 ડોલર પાર કરી ચુકી છે.

દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત

દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત

ઇન્ડિયન ઓઇલ કંપની ઘ્વારા જણાવ્યા અનુસાર મંગળવારે દિલ્હીમાં 1 લીટર પેટ્રોલ માટે તમારે 74.95 રૂપિયા આપવા પડશે, જયારે ડીઝલની કિંમત વિશે વાત કરવામાં આવે તો છેલ્લા 56 મહિનામાં સૌથી ઉપલા સ્તરે પહોંચી ચૂક્યું છે. અહીં એક લીટર ડીઝલ 66.36 રૂપિયામાં મળી રહ્યું છે.

મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત

મુંબઈમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત

ડીઝલ 72 રૂપિયાનો આંકડો પાર કરી ચૂક્યું છે. કેરળના ત્રિવેન્દ્રમ માં એક લીટર ડીઝલ આજે 72.05 રૂપિયામાં મળી રહ્યું છે. દિલ્હી પછી હવે જો મુંબઈની વાત કરવામાં આવે તો અહીં એક લીટર પેટ્રોલ 82.79 રૂપિયામાં મળી રહ્યું છે. ડીઝલ અહીં 70.66 રૂપિયે પ્રતિ લીટર મળી રહ્યું છે.

કોલકાતા અને ચેન્નાઇમાં પેટ્રોલ ડીઝલની કિંમત

કોલકાતા અને ચેન્નાઇમાં પેટ્રોલ ડીઝલની કિંમત

દિલ્હી અને મુંબઈ સિવાય બીજા મેટ્રો શહેર વિશે વાત કરવામાં આવે તો કોલકાતામાં એક લીટર પેટ્રોલ 77.65 રૂપિયા અને ચેન્નાઇમાં 77.77 રૂપિયે પ્રતિ લીટર છે. જયારે કલકતામાં એક લીટર ડીઝલ માટે 68.90 રૂપિયા અને ચેન્નાઇમાં 70.02 રૂપિયા પ્રતિ લીટર આપવા પડશે.

કર્ણાટક ઈલેક્શન અસર

કર્ણાટક ઈલેક્શન અસર

કર્ણાટક ઈલેક્શનને કારણે 24 એપ્રિલ પછી પેટ્રોલ અને ડીઝલની કિંમત માં કોઈ પણ પ્રકારનો વધારો કરવામાં આવ્યો ના હતો. આ દરમિયાન આંતરરાષ્ટ્રીય સ્તરે કાચા તેલની કિંમતમાં વધારો થઇ રહ્યો હતો.

English summary
Karnataka election result petrol diesel price hiked again.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X