Karnataka Election Results 2018 LIVE: ગવર્નર સાથે મળી યેદુરપ્પાએ સરકાર બનાવવાનો દાવો રજુ કર્યો

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે આવશે. આ વખતે રાજ્યમાં સરકારની રચના કરવામાં આવશે, તે થોડા કલાકો પછી ખબર પડી જશે.

કર્ણાટક વિધાનસભા ચૂંટણીના પરિણામો આજે આવશે. આ વખતે રાજ્યમાં સરકારની રચના કરવામાં આવશે, તે થોડા કલાકો પછી ખબર પડી જશે. આ દરેકના મનમાં પ્રશ્ન છે કે આખરે કર્ણાટકના લોકોએ આ વખતે કોના પક્ષમાં વિશ્વાસ વ્યક્ત કર્યો છે. આ વખતે કર્ણાટકમાં મુખ્ય લડાઈ ભાજપ, કૉંગ્રેસ અને જનતા દળ સેક્યુલર વચ્ચે છે. 12 મેના રોજ યોજાયેલી કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં 70 ટકા મતદાન યોજવામાં આવ્યું હતું. ચૂંટણીઓમાં બમર મતદાનને જોતાં, રાજકીય વિશ્લેષકો સતત જાણવા નો પ્રયાસ કરી રહ્યાં છે આખરે કોણ બાજી મારશે આ ક્ષણે, કોંગ્રેસ, ભાજપ અને જેડીએસ તેમની જીતનો દાવો કરે છે.

Karnataka Election Results 2018 LIVE Updates

આગામી વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા, કર્ણાટકની ચૂંટણીઓના પરિણામોને સેમિ-ફાઇનલ તરીકે જોવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ ચૂંટણી પરિણામો કોંગ્રેસ પક્ષ અને તેના પ્રમુખ રાહુલ ગાંધીનું ભાવિ નક્કી કરશે.

જુઓ કર્ણાટક વિધાનસભા ચૂંટણી પરિણામોનું લાઈવ અપડેટ...

May 15, 2018, 6:18 pm IST

ગવર્નર સાથે મળીને જેડીએસ અને કોંગ્રેસ ઘ્વારા સરકાર બનાવવાનો દાવો રજુ કરવામાં આવ્યો.
May 15, 2018, 6:17 pm IST

સરકાર બનાવવા માટે જરૂરી મેજીક નંબર અમારી પાસે છે: સિદ્ધરામૈયા
May 15, 2018, 6:17 pm IST

બે નિર્દલીય વિધાયકોનું પણ સમર્થન અમારી પાસે: સિદ્ધરામૈયા
May 15, 2018, 6:15 pm IST

બેંગ્લોરમાં રાજ્યપાલને મળવા પહોંચ્યું કોંગ્રેસનું પ્રતિનિધિ મંડળ.
May 15, 2018, 6:05 pm IST

કોઈ પણ શર્ત વિના જેડીએસ સમર્થન કરીશુ: કોંગ્રેસ
May 15, 2018, 5:45 pm IST

ગવર્નર સાથે મળીને ભાજપ સીએમ ઉમેદવાર બીએસ યેદુરપ્પા ઘ્વારા સરકાર બનાવવા માટે દાવો રજુ કરવામાં આવ્યો.
May 15, 2018, 5:44 pm IST

રાજ્યપાલને મળવા પહોંચ્યા ભાજપ સીએમ ઉમેદવાર બીએસ યેદુરપ્પા
May 15, 2018, 5:44 pm IST

આજે રાત્રે બેંગ્લોર માટે રવાના થઇ શકે છે અમિત શાહ.
May 15, 2018, 3:44 pm IST

ભાજપા સીએમ ઉમેદવાર બીએસ યેદુરપ્પા પણ આજે ગવર્નર સાથે મુલાકાત કરશે.
May 15, 2018, 3:43 pm IST

આજે સાંજે 4 વાગ્યે રાજ્યપાલ સાથે મુલાકાત કરશે સીએમ સિદ્ધરામૈયા
May 15, 2018, 3:41 pm IST

કુમારસ્વામી અને દેવગૌડા સાથે વાત થયી છે તેમને અમારી ઓફર સ્વીકાર કરી છે: ગુલામ નબી આઝાદ
May 15, 2018, 3:01 pm IST

કર્ણાટકમાં ભાજપને રોકવા માટે કોંગ્રેસનો છેલ્લો દાવ, કુમારસ્વામીને સીએમ બનાવવા માટેની ઓફર
May 15, 2018, 1:03 pm IST

આજે સાંજે 6 વાગ્યે દિલ્હીમાં ભાજપની સંસદીય બેઠક
May 15, 2018, 12:18 pm IST

સિકરીપુર સીટથી ભાજપા સીએમ ઉમેદવાર બીએસ યેદુરપ્પા જીત્યા
May 15, 2018, 12:17 pm IST

ચામુંડેશ્વરી સીટ પર સીએમ સિદ્ધરામૈયા 25,000 વોટોથી પાછળ
May 15, 2018, 11:28 am IST

બધા જ દળો ઈવીએમ પણ શંકા કરી રહ્યા છે તો ભાજપા બેલેટ પેપર ઘ્વારા ઈલેક્શન કેમ નથી કરાવતી: મોહન પ્રકાશ, કોંગ્રેસ
May 15, 2018, 11:27 am IST

દેશમાં કોઈ પણ એવી પાર્ટી નથી જેમને ઈવીએમ પર સવાલ ઉઠાવ્યા ના હોય: મોહન પ્રકાશ, કોંગ્રેસ
May 15, 2018, 11:26 am IST

ચામુંડેશ્વરી સીટ પર સીએમ સિદ્ધરામૈયા 17,000 વોટોથી પાછળ
May 15, 2018, 11:17 am IST

હવે દેશમાં કોંગ્રેસ ખોજો અભિયાન ચાલશે, ક્યાં રહેશે ખબર નહીં: સીએમ રમન સિંહ
May 15, 2018, 11:15 am IST

ભાજપ 117, કોંગ્રેસ 58 અને જેડીએસ 40 સીટો પર આગળ
May 15, 2018, 10:14 am IST

બેંગ્લોરમાં ભાજપા ઓફિસ સામે જશ્નનો માહોલ.
May 15, 2018, 10:07 am IST

રામનગર સીટ પર જેડીએસ એચડી કુમારસ્વામી 7000 વોટોથી આગળ
May 15, 2018, 10:06 am IST

ભાજપે 100 આંકડો પાર કર્યો, 105 સીટો પર આગળ
May 15, 2018, 9:38 am IST

સિકરીપુરા સીટ પર ભાજપા સીએમ ઉમેદવાર બીએસ યેદુરપ્પા 3420 વોટોથી આગળ
May 15, 2018, 9:25 am IST

સીએમ સિદ્ધરામૈયા ચામુંડેશ્વરી સીટ પર 11,000 વોટોથી પાછળ ચાલી રહ્યા છે.
May 15, 2018, 9:17 am IST

શરૂઆતી રૂઝાનમાં ભાજપ 85, કોંગ્રેસ 78 અને જેડીએસ 38 સીટો પર આગળ
May 15, 2018, 8:20 am IST

કોંગ્રેસ અને બીજેપી બંને હાલમાં 31 સીટો પર લીડ કરી રહ્યા છે. જયારે જેડીએસ 16 સીટો પર આગળ છે.
May 15, 2018, 8:19 am IST

યેદુરપ્પા સિકરીપુરા સીટ પર લીડ કરો રહ્યા છે.
May 15, 2018, 8:11 am IST

દિલ્હીમાં કોંગ્રેસ કાર્યકર્તાઓ ઘ્વારા કર્ણાટક ઈલેક્શન જીત માટે હવન કરવામાં આવ્યો.
May 15, 2018, 7:27 am IST

મુખ્ય ચુનાવ આયુક્ત ઓપી રાવત ઘ્વારા જણાવવામાં આવ્યું કે તેમને બધા જ કાઉન્ટિંગ સેન્ટર પર સેન્ટ્રલ આર્મ્ડ પોલીસ ફોર્સ ગોઠવી દીધી છે. સુરક્ષા માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. બધા જ મતગણના કેન્દ્ર પર ભારે સુરક્ષા ગોઠવી દેવામાં આવી છે.
READ MORE

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X