Karnataka Election Results 2023 (કર્ણાટક ચૂંટણી પરિણામ 2023) LIVE: હાઈકમાન્ડને રિપોર્ટ સોંપવામાં આવશે, CM કોણ?
Karnataka Election Result 2023 LIVE Updates : કર્ણાટકમાં કોંગ્રેસે 135 બેઠકો જીતીને સફળતાનો નવો ઈતિહાસ રચ્યો છે, જ્યારે ભાજપને માત્ર 66 બેઠકો પર સંતોષ માનવો પડ્યો છે, જ્યારે જેડીએસને માત્ર 19 બેઠકો મળી છે.
હારને નમ્રતાથી સ્વીકારીને ભાજપે જણાવ્યું હતું કે, તે કર્ણાટકની જનતાનો આભાર માને છે અને તે તેની ખામીઓનું વિશ્લેષણ કરશે કે, ક્યાં ખામીઓ રહે છે, તો બીજી તરફ કોંગ્રેસમાં ઉજવણીનો માહોલ છે. આ જીતનો શ્રેય કર્ણાટકની જનતા અને રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રાને આપતાં તેમણે જણાવ્યું છે કે, આજે ભાજપ મુક્ત દક્ષિણ બની ગયું છે અને જનતાએ નફરતને બદલે પ્રેમ પસંદ કર્યો છે.
હાલમાં, ચૂંટણીના પરિણામો બહાર આવ્યા બાદ, બધાની નજર હવે રાજ્યના મુખ્યમંત્રી તરીકે કોણ શપથ લેશે તેના પર છે, સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર રેસમાં છે. હાલમાં અમે આ મોટા સમાચાર પર નજર રાખી રહ્યા છીએ. વધું અપડેટ્સ માટે પેજને રિફ્રેશ કરતા રહો.

કોંગ્રેસના નવા મુખ્યમંત્રીની પસંદગી મલ્લિકાર્જુન ખડગે કરશે. સિંગલ લાઈન ઠરાવ પસાર કરીને તેમના પર નિર્ણય છોડાયો
Resolution copy of Congress CLP meeting
— ANI (@ANI) May 14, 2023
Congress Legislature Party has unanimously decided to leave the selection of Congress Legislature Party leader to the decision of the AICC President
#KarnatakaElectionResults2023 pic.twitter.com/74tpAcTrsn
બેંગ્લોર : કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારના સમર્થકો તેમના ઘરની બહાર એકઠા થયા. સમર્થકોએ 'વી વોન્ટ ડીકે' ના નારા લગાવ્યા હતા.
'વી વોન્ટ ડીકે' ના નારા
કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર બેંગ્લોરમાં તેમના નિવાસસ્થાને સમર્થકો દ્વારા જોરદાર સ્વાગત કરવા પહોંચ્યા.
ડીકે શિવકુમારના ઘરે સ્વાગત કરાયું
દિલ્હી: કર્ણાટકના સીએમના નિર્ણય પર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ વિધાનસભ્ય દળની બેઠક આજે યોજાશે અને હાઈકમાન્ડને રિપોર્ટ સોંપશે, ત્યારબાદ હાઈકમાન્ડ મુખ્યમંત્રીના નામની જાહેરાત કરવામાં સમય લેશે.
હાઈકમાન્ડને રિપોર્ટ સોંપવામાં આવશે, જે બાદ સીએમનો નિર્ણય લેવામાં આવશે
દિલ્હી : કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જૂન ખરગેના સમર્થકો તેમના સ્વાગત માટે તેમના ઘરની બહાર મોટી સંખ્યામાં એકઠા થયા હતા
સમર્થકોનો મેળાવડો
ખરગે દિલ્હી એરપોર્ટ પહોંચ્યા
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા.
#WATCH | Congress president Mallikarjun Kharge reaches Delhi airport. pic.twitter.com/ltNdCeGwd7
— ANI (@ANI) May 14, 2023
AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ જણાવ્યું હતું કે, કર્ણાટક ચૂંટણીના પરિણામો જાહેર થઈ ગયા છે. કર્ણાટકના લોકોએ કોંગ્રેસ પક્ષને મત આપ્યો છે અને મને આશા છે કે, તેઓ તેમના વચનો પૂરા કરશે. અમે સખત મહેનત કરીશું અને વધુ સારું પ્રદર્શન કરીશું
કર્ણાટક ચૂંટણીના પરિણામો બાદ AIMIMના વડા અસદુદ્દીન ઓવૈસીએ આપી પ્રતિક્રિયા
કોંગ્રેસના મહાસચિવ જયરામ રમેશે જણાવ્યું હતું કે, બજરંગ દળ અલગ છે અને બજરંગ બલી અલગ છે. બજરંગ દળ નફરત અને હિંસાની રાજનીતિ ફેલાવવામાં માને છે. કોંગ્રેસે પોતાના ઢંઢેરામાં જણાવ્યું હતું કે, જે પણ સંગઠન કાયદાનો ભંગ કરશે, ધાર્મિક નફરત ફેલાવશે, ધાર્મિક કટ્ટરતા, સાંપ્રદાયિક હિંસા ફેલાવશે, તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
હું રાજસ્થાનમાં આ જ માંગ કરી રહ્યો છું - કોંગ્રેસ નેતા સચિન પાયલોટ
કોંગ્રેસ નેતા સચિન પાયલોટે કહ્યું કે, લોકોએ કર્ણાટકમાં ભાજપ સરકાર પર 40 ટકા ભ્રષ્ટાચારી હોવાનો આરોપ લગાવ્યો હતો, તે આરોપને લોકોએ સ્વીકાર્યો, તેથી જ લોકોએ કોંગ્રેસને જંગી બહુમતી આપી છે. હવે અમે સરકાર બનાવી રહ્યા છીએ, અમારે પગલાં લેવા પડશે. હું રાજસ્થાનમાં આ જ માંગ કરી રહ્યો છું અને છેલ્લા 4 વર્ષથી કરી રહ્યો છું.
અમે ક્યારેય હિંદુત્વ પર લડ્યા નથી - સાવરાજ બોમાઈ
મીડિયા સાથે વાત કરતા સાવરાજ બોમાઈએ કહ્યું કે હારના 4-5 કારણો હોઈ શકે છે, જેના માટે અમારે ગ્રાઉન્ડ લેવલ પર જઈને જોવું પડશે અને અમે અત્યારે કોઈ નિષ્કર્ષ પર પહોંચી શકતા નથી. અમે આના પર વિશ્લેષણ કરીશું. આ વાત કેટલાક લોકોના મનમાં છે, પરંતુ અમે ક્યારેય હિંદુત્વ પર લડ્યા નથી, બલ્કે અમે ડબલ એન્જિન સરકારના વિકાસ કાર્યો પર લડ્યા છીએ. કોંગ્રેસના ઢંઢેરામાં ધ્રુવીકરણ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
મોદીજીએ જવાબદારી લેવી જોઈએ હારની જવાબદારી - છત્તીસગઢના મુખ્યમંત્રી
છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલે જણાવ્યું હતું કે, તેમણે (બસવરાજ બોમાઈ) આખી ચૂંટણી મોદીજીના ચહેરા પર લડી અને હવે હારની જવાબદારી પોતાના માથે લઈ રહ્યા છે. હાર્યા પછી તેમણે સાચું બોલવું જોઈએ, મોદીજીએ જવાબદારી લેવી જોઈએ.
મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી એચકે પાટીલ - ઘણા નાયબ મુખ્યમંત્રીઓની શક્યતા
મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી એચકે પાટીલે બેંગ્લોરમાં મીડિયા સાથે વાત કરતા મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું, 'અમારો હાઈ-કમાન્ડ મુખ્યપ્રધાન હશે. ખબર નથી પણ મીડિયા દ્વારા જે સમાચારો આવી રહ્યા છે, તેના પરથી ખબર પડી રહી છે કે, ઘણા નાયબ મુખ્યમંત્રીઓની શક્યતા છે. મલ્લિકાર્જુન ખરગે એ છે, જે સીએમ બનાવવાળા લોકોમાંથી છે, સીએમ બનવાવાળામાંથી નહીં.
કર્ણાટકની જીત પર કોંગ્રેસના નેતા સંજય નિરુપમ અને ભાઈ જગતાપે કોંગ્રેસના કાર્યકરો સાથે હનુમાન ચાલીસાનો પાઠ કર્યો.
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગે સાથે મુલાકાત પર મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રભારી એચ. કે. પાટીલે જણાવ્યું હતું કે, તેઓ અમારી પાર્ટીને 135ના આંકડા પર લઈ ગયા, તેથી અમે બધાએ મળીને તેમને અભિનંદન આપ્યા અને તેમણે અમને અભિનંદન આપ્યા હતા. અમારા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી પદને લઈને કોઈપણ રીતે કોઈ ચર્ચા થઈ નથી.
બેંગલોર : કોંગ્રેસના નેતા સિદ્ધારમૈયા અને અન્ય નવા ચૂંટાયેલા ધારાસભ્યો પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેના નિવાસસ્થાને પહોંચ્યા.
#WATCH | Senior Congress leader Siddaramaiah arrives at the residence of party national president Mallikarjun Kharge in Bengaluru #Karnataka pic.twitter.com/3hUCTJ8IyB
— ANI (@ANI) May 14, 2023
કર્ણાટકના પરિણામ પર સંજય રાઉતે જણાવ્યું હતું કે, કર્ણાટક એક ઝાંખી છે, હવે આખું ભારત બાકી છે. કર્ણાટક એ બતાવ્યું છે કે, લોકો સરમુખત્યારશાહીને હરાવી શકે છે. કોંગ્રેસ જીતી ગઈ જેનો મતલબ બજરંગ બલી કોંગ્રેસ સાથે હતા. આપણા ગૃહમંત્રી (અમિત શાહ) કહેતા હતા કે, જો ભાજપ હારી જશે, તો રમખાણો થશે. કર્ણાટક શાંત અને ખુશ છે. રમખાણો ક્યાં છે?
ડીકે શિવકુમારના ઘરની બહાર પોસ્ટર પણ લગાવવામાં આવ્યા છે, જેમાં તેમને સીએમ બનાવવાની માંગ કરવામાં આવી હતી.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયાના સમર્થકોએ બેંગ્લોરમાં સિદ્ધારમૈયાના ઘરની બહાર એક પોસ્ટર લગાવ્યું હતું, જેમાં તેમને 'કર્ણાટકના આગામી મુખ્ય પ્રધાન' તરીકે વર્ણવવામાં આવ્યા હતા.












Click it and Unblock the Notifications
