રાજ્યપાલે આમંત્રણ ના આપ્યુ તો આ રસ્તો અપનાવશે કોંગ્રેસ
કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તસવીર લગભગ સ્પષ્ટ થઈ ચૂકી છે. ભારતીય જનતા પક્ષ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. પરંતુ ભાજપ બહુમતથી દૂર છે. વળી, કોંગ્રેસ અને જેડીએસએ સરકાર બનાવવાનો દાવો કર્યો છે.
કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તસવીર લગભગ સ્પષ્ટ થઈ ચૂકી છે. ભારતીય જનતા પક્ષ સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે. પરંતુ ભાજપ બહુમતથી દૂર છે. વળી, કોંગ્રેસ અને જેડીએસએ સરકાર બનાવવાનો દાવો કર્યો છે. કોંગ્રેસ રણનીતિ સાથે કામ કરી રહી છે. સૂત્રોથી મળેલી જાણકારી મુજબ રાજ્યપાલે કોંગ્રેસ અને જેડીએસને સરકાર બનાવવાનું આમંત્રણ ન આપ્યુ તો અદાલતનો દરવાજો ખખડાવવામાં આવશે.

ચૂંટણી પહેલા જેડીએસને કિંગ મેકર કહેવામાં આવતુ હતુ પરંતુ હવે જેડીએસ કિંગ બનવા જઈ રહી છે. ભલે જેડીએસ ત્રીજા નંબરનો પક્ષ છે પરંતુ કોંગ્રેસે ખુલ્લી ઓફર આપીને એક મોટો દાવ ખેલ્યો છે. નાનો પક્ષ હોવા છતાં મુખ્યમંત્રી જેડીએસના હશે. જો કે આવુ પહેલી વાર નથી કે જ્યારે આ નાના પક્ષે આવુ કર્યુ છે. આ પહેલા પણ આ નાનો પક્ષ ઘણા મોટા ખેલ બગાડી ચૂક્યુ છે. પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાની જેડીએસ પહેલા પણ ઘણા કમાલ કરી ચૂકી છે.
જેડીએસ પ્રવકતા દાનિશ અલીએ મીડિયામાં નિવેદન આપ્યુ છે કે જેડીએસ શરૂઆતથી જ કહેતી આવી છે કે કુમારસ્વામી સીએમ બનશે. પરિણામો આવ્યા બાદ અમે કોશિશ કરી રહ્યા છે કે ભાજપને સત્તામાંથી બહાર રાખી શકાય. અમે કોંગ્રેસનું સમર્થન સ્વીકાર્યુ છે. આ પૂરા મામલે કર્ણાટકમાં ભાજપના સીએમ ઉમેદવાર બીએસ યેદિયુરપ્પાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યુ કે રાજ્યની જનતાએ કોંગ્રેસને રીજેક્ટ કરી છે યેદિયુરપ્પાએ કહ્યુ કે કર્ણાટકમાં કોંગ્રેસ રિજેક્ટ થયા બાદ પણ સત્તા ઝૂંટવવાની ફિરાકમાં છે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
