Karnataka Election Results : JDSએ કર્યો ભાજપ-કોંગ્રેસે સંપર્ક કરાયાનો દાવો, ગઠબંધન અંગે થઇ ચૂક્યો છે નિર્ણય
Karnataka Election Results : કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી બાદ જે રીતે એક્સિટ પોલના રિઝલ્ટ સામે આવ્યું છે. જેમાં જણાઇ રહ્યું છે કે, આ ચૂંટણીમાં ત્રિશંકુ વિધાનસભા જોવા મળી શકે છે. આવામાં જેડીએસ કિંગ મેકરની ભૂમિકામાં જોવા મળી શકે છે. આ વચ્ચે જેડીએસ દ્વારા મત ગણતરી પહેલા મોટો દાવો કર્યો છે.
એચડી કુમારસ્વામીની આગેવાની હેઠળના જનતા દળ સેક્યુલરે દાવો કર્યો છે કે, કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટી બંનેએ તેમનો સંપર્ક કર્યો છે. ભવિષ્યમાં કોની સાથે જોડાણ કરવું, તે નક્કી કરી લેવામાં આવ્યું છે.

જેડીએસના વરિષ્ઠ નેતા તનવીર અહેમદે જણાવ્યું હતું કે, ગઠબંધન અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. જ્યારે યોગ્ય સમય આવશે, ત્યારે અમે લોકો વચ્ચે તેની જાહેરાત કરીશું. આ દરમિયાન ભાજપે જેડીએસના દાવાને ફગાવી દેતા જણાવ્યું હતું કે, અમે તેમનો સંપર્ક કર્યો નથી. ભાજપે વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે, તેમને પૂર્ણ બહુમતી મળશે.
બીજેપીના શોભા કરંદલાજેએ જણાવ્યું હતું કે, જેડીએસ સાથે ગઠબંધન કરવાનો કોઈ પ્રશ્ન જ નથી, અમારી પાર્ટીનો તેમની સાથે કોઈ વાતચીત કરી નથી. અમને વિશ્વાસ છે કે, અમે 120 સીટો જીતીશું.
જેડીએસ નેતા તનવીર અહેમદે જણાવ્યું હતું કે, ભાજપ અને કોંગ્રેસ બંનેએ અમારો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો છે. જેડીએસ આજે એવી સ્થિતિમાં છે કે, આ પક્ષો અમારી સાથે સંપર્ક સ્થાપિત કરવા માંગે છે.
કર્ણાટકના લોકો ઈચ્છે છે કે, અમે બંને રાષ્ટ્રીય પક્ષો પર નજર રાખીએ જેથી રાજ્યનો વધુ સારો વિકાસ થાય. મને નથી લાગતું કે, કોઈ પ્રાદેશિક પક્ષ કર્ણાટકના વિકાસ માટે કામ ન કરે તેનું કોઈ કારણ હોઈ શકે.
જ્યારે પૂછવામાં આવ્યું કે જેડીએસ કઈ પાર્ટી સાથે જશે, તનવીર અહેમદે જણાવ્યું હતું કે, જે પણ પાર્ટી કન્નડ લોકો માટે સારું કરશે, તેઓ તેની સાથે જશે. અમારા વિના કોઈ સરકાર બનાવી શકે નહીં. ઉલ્લેખનીય છે કે, એચડી કુમારસ્વામી હાલ સિંગાપુરમાં છે. એવું માનવામાં આવે છે કે, તેઓ 13 મેના રોજ પરત ફરશે.












Click it and Unblock the Notifications
