Karnataka Election : કર્ણાટકમાં બીજેપીની શરમજનક હાર, જાણો પરિણામ સાથે જોડાયેલી મહત્વની બાબતો
કર્ણાટકમાં બીજેપીને સત્તા પરથી ઉતારીને કોંગ્રેસે લોકશાહી બચાવવા માટેની ઉમ્મીદ જીવતી રાખી છે. સતત લોકશાહી વિરૂદ્ધ અને નફરતી ભાષણો આપતા બીજેપી નેતાઓ માટે આ મોટો પાઠ છે.
કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસે સંપૂર્ણ બહુમતી સાથે જીત મેળવીને બીજેપીને માત્ર 64 બેઠકો સુધી જ સીમિત કરી દીધી છે. 2024 માં યોજાનારી લોકસભા ચૂંટણી પહેલા કર્ણાટકની ચૂંટણીને લિટમસ ટેસ્ટ તરીકે ગણવામાં આવી રહી છે.

પીએમ મોદીના નેતૃત્વમાં બીજેપી જે રીતે ચૂંટણી પ્રચારમાં ઉતરી હતી તે પછી પણ કોંગ્રેસે કર્ણાટકમાં મોટી જીત મેળવીને કાર્યકરોમાં નવા પ્રાણ રેડવાનું કામ કર્યું છે. પાર્ટી સરળતાથી 130નો આંકડો પાર કરી રહી છે, જ્યારે જેડીએસ 20 અને બીજેપી માત્ર 64 સીટો પર સમેટાઈ રહી છે.
રાજ્યમાં બીજેપી સરકાર પ્રત્યે લોકોમાં ભારે નારાજગી હતી અને તેનો ફાયદો કોંગ્રેસને થયો છે. વિપક્ષના નેતા સિદ્ધારમૈયા, કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર, લક્ષ્મણ સાવદી, સતીશ જરકીહોલી અને અન્ય કોંગ્રેસી નેતાઓ મોટા માર્જિનથી જીતી રહ્યા છે.
કર્ણાટકમાં મોટો દાવ ખેલતા બીજેપીએ વી સોમન્નાને બે બેઠકો પરથી મેદાનમાં ઉતાર્યા હતા પરંતુ તે બન્ને જગ્યાએથી હારી રહ્યા છે. આ સિવાય બીજેપીની હિન્દુત્વનો મુદ્દો આગળ કરીને જીતવાની ઈચ્છા માત્ર ઈચ્છા રહી ગઈ છે. અહીં પીએમ મોદીએ હાલ નીચે ઉતરતા બજરંગ બલીનો મુદ્દો પણ ઉઠાવી લીધો પરંતુ તેમાં પણ સફળતા ન મળી. અહીં બીજેપી માટે મુસ્લિમ આરક્ષણ ખતમ કરવુ ભારે પડ્યુ છે.
કર્ણાટકમાં લઘુમતી, હિંદુ, પછાત વર્ગ અને દલિતોને અહિંદા તરીકે ઓળખાય છે. આ વ્યૂહરચના કોંગ્રેસના નેતા દેવરાજ ઉર્સે 1970માં ઘડી હતી. આનો ઉદેશ્ય લિંગાયત અને વોક્કાલિગા સમુદાયના રાજકારણનો જવાબ આપવાનો હતો. આ વ્યૂહરચના કોંગ્રેસ દ્વારા ચૂંટણીમાં ફરી એકવાર આગળ વધારાઇ અને પાર્ટીને મોટો ફાયદો થયો.
રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રાની શરૂઆત દક્ષિણ ભારતથી કરી હતી. આ પ્રવાસમાં મોટાભાગનો સમય દક્ષિણ ભારતના વીત્યો હતો. મહત્વની વાત એ છે કે જે 21 વિધાનસભા મતવિસ્તારોમાંથી રાહુલની ભારત જોડો યાત્રા શરૂ થઈ હતી તેમાંથી કોંગ્રેસને 18 સીટો પર ફાયદો થયો છે.












Click it and Unblock the Notifications
