Karnataka Election : 91 વર્ષે વિરોધીને મજબુત ટક્કર આપી રહ્યા છે આ ઉમેદવાર, કહ્યું- હજુ ઘોડા જેવી જ સ્ફૂર્તિ

હાલ કર્ણાટકમાં ઉમેદવારો ચૂંટણી જીતવા માટે મેદાને પડ્યા છે. મતદારોને લોભાવવા માટે ઉમેદવારો તમામ પ્રકારના ગતકડા કરતા જોવા મળી રહ્યા છે. જો કે આ ચૂંટણીમાં એક એવા પણ ઉમેદવાર છે જેને પોતાની ઉમરથી બધાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યુ છે.

આ ચૂંટણીમાં સૌથી વધુ ઉમરના ઉમેદવારને કોંગ્રેસે ટિકિટ આવી છે. 91 વર્ષના આ ઉમેદવાર હાલ ધારાસભ્ય છે અને ફરીથી ચૂંટણી લડવા જઈ રહ્યા છે. 91 વર્ષે પણ તેમને દમ ભર્યો છે અને ચૂંટણી જીતવાનો દાવો કર્યો છે.

Shamanur Shivashankarappa

કર્ણાટકના સૌથી વયોવૃદ્ધ ઉમેદવારનું નામ છે શમનુર શિવશંકરપ્પા છે. 91 વર્ષની વયે ચૂંટણી મેદાનમાં ઉતરેલા આ ધારાસભ્યને જીતનો વિશ્વાસ છે. કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી માટે પ્રચાર કરતા શમનુરે પોતાને ઘોડા સમાન ગણાવ્યા છે.

કોંગ્રેસના દિગ્ગજ નેતા, પાંચ વખતના ધારાસભ્ય અને પૂર્વ સાંસદ શમનુર શિવશંકરપ્પાએ દાવણગેરે દક્ષિણથી ચૂંટણી લડતા જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે. શમનુર શિવશંકરપ્પાએ કહ્યું કે, મારી પાસે લોકોનો ટેકો છે અને ભગવાનના આશીર્વાદ છે, મારે બીજું શું જોઈએ?

શિવશંકરપ્પા મધ્ય કર્ણાટકમાં દાવંગેરેનો પર્યાય બની ગયા છે. કોંગ્રેસે તેમને આટલી ઉંમરે ટિકિટ કેવી રીતે આપી? આ પ્રશ્નનો મજાકિયા અંદાજમાં જવાબ આપતાં તેમણે કહ્યું કે, દોડ માટે હંમેશા સરપટ ઘોડાની પસંદગી કરવામાં આવે છે. હું એવો ઘોડો છું. હું સૌથી મોટા માર્જિનથી ચૂંટણી જીતવાનો છું.

વરિષ્ઠ નેતા અને વીરશૈવ મહાસભાના પ્રમુખ શિવશંકરપ્પાનો મુકાબલો દાવણગેરેના પૂર્વ મેયર બીજેપીના અજય કુમાર સાથે છે. આ વિસ્તારના લોકો તેમને એસએસના નામથી બોલાવે છે. આ ઉંમરે પણ તે ખૂબ જ સક્રિય છે. તેમણે નોમિનેશન ફાઇલ કરતી વખતે 312.75 કરોડ રૂપિયાની સંપત્તિ જાહેર કરી છે.
એક પત્રકારે તેમને પુછ્યુ કે, તેમની જગ્યાએ લઘુમતી સમુદાયમાંથી કોઈને ટિકિટ મળવી જોઈએ કે કેમ? ત્યારે કોં તેમને ઠપકો આપતા કહ્યું કે, મુશ્કેલી ઉભી ન કરો. દરેક વ્યક્તિ મારી સાથે છે. તમારે તેની ચિંતા કરવાની જરૂર નથી. મુસ્લિમો અને લિંગાયતો બધા મારી સાથે છે.

શિક્ષણશાસ્ત્રી શિવશંકરપ્પા દાવણગેરેમાં મેડિકલ, એન્જિનિયરિંગ અને નર્સિંગ કૉલેજ ચલાવે છે. તેમણે કહ્યું કે, તેમનો કોઈ હરીફ નથી અને ચૂંટણી જીતવાનો પુરો વિશ્વાસ છે.

શિવશંકરપ્પાની રાજકીય કુશળતાનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે પાર્ટીએ તેમને પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના નેતા જગદીશ શેટ્ટરને કોંગ્રેસમાં સામેલ કરવાનું કામ સોંપ્યું હતું.

બીજેપીએ શેટ્ટરને ટિકિટ ન આપતા પાર્ટી છોડી દીધી હતી. શિવશંકરપ્પાની પૌત્રી અને એસએસ ગણેશની પુત્રી આંચલ શેટ્ટરની પુત્રવધૂ છે. કોંગ્રેસે શિવશંકરપ્પાના પુત્ર અને પૂર્વ મંત્રી એસએસ મલ્લિકાર્જુનને દાવણગેરે નોર્થથી ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X