Karnataka Election : કર્ણાટકના મુખ્યમંત્રી તરીકે પહેલી પસંદ કોણ? જાણો જનતાનો મૂડ
કર્ણાટકમાં આજે પ્રચારનો છેલ્લો દિવસ છે. છેલ્લી ઘડીના પ્રચાર માટે તમામ પાર્ટીઓ એડી ચોટીનું જોર લગાવી રહી છે ત્યારે રાજ્યમાં વધુ એક ઓપિનિયન પોલ સામે આવ્યો છે. આ પોલમાં લોકોને મુખ્યમંત્રી તરીકેની પસંદ માટે સવાલ કરાયો હતો.
મતદાન પહેલા રાજકીય પક્ષો લોકોને આકર્ષવા શક્તિનું પ્રદર્શન કરી રહ્યા છે ત્યારે ઈન્ડિયા ટીવીનો એક સર્વે સામે આવ્યો છે. આ સર્વેમાં લોકોને મુખ્યમંત્રીની માટેની પસંદગી, રાજકીય પક્ષોને અપાતી બેઠકો અને મતોની ટકાવારી સહિતના પ્રશ્નો પૂછાયા હતા.

ઈન્ડિયા ટીવીના આ ઓપિનિયન પોલમાં લોકોના અભિપ્રાયના આધારે ઘણી બાબતો પરથી પરદો હટી રહ્યો છે. ઓપિનિયન પોલના તારણોના આધારે સ્પષ્ટ થાય છે કે અહીં કોઈ પક્ષને બહુમતી નથી મળી રહી. કર્ણાટકમાં સરકાર બનાવવા માટે બે વિકલ્પ હોઈ શકે છે. જેમાં એક કોંગ્રેસ અને જેડીએનું ગઠબંધન છે અને બીજો વિકલ્પ જેડીએસ અને બીજેપીનું ગઠબંધન છે.
રાજ્યમાં કઈ પાર્ટીને કેટલી સીટ અને નફા નુકસાન?
ભાજપ - 85-19
કોંગ્રેસ - 105+25
જેડીએસ - 32-5
અન્ય - 2-1
કઈ પાર્ટીને કેટલા મત મળી શકે?
ભાજપ - 36 %
કોંગ્રેસ - 40 %
જેડીએસ - 18 %
અન્ય - 6 %
આ રીતે સરકાર બની શકે
વિકલ્પ 1
કોંગ્રેસ + જેડીએસ
105 + 32 = 137
વિકલ્પ 2
બીજેપી + જેડીએસ
85 + 32 = 117
મુખ્યમંત્રી તરીકે પહેલી પસંદ કોણ?
સિદ્ધારમૈયા 32 %
બસવરાજ બોમ્માઈ 27 %
બીએસ યેદિયુરપ્પા 11 %
એચડી કુમારસ્વામી 16 %
ડીકે શિવકુમાર 7 %
ચૂંટણી પહેલા વિપક્ષ એક થઈ શકે?
હા = 30%
ના = 26%
કહેવા માટે ખૂબ ઉતાવળ છે = 40%
કંઈ કહી ન શકાય = 4%












Click it and Unblock the Notifications
