Karnataka Elections: કોંગ્રેસ ભ્રષ્ટ છે એટલા માટે 40 ટકા કમિશનના ખોટા આરોપ લગાવી રહી છેઃ યેદિયુરપ્પા

Karnataka Elections: કર્ણાટક વિધાનસભા ચૂંટણીની તારીખોનુ એલાન થઈ ચૂક્યુ છે. 10 મેના રોજ મતદાન અને 13 મેના રોજ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવશે. તારીખોના એલાન બાદ કોંગ્રેસ અને ભાજપવચ્ચે રાજકીય જંગ જામવા લાગ્યો છે. કોંગ્રેસ સતત ભાજપ પર ભ્રષ્ટાચારના આરોપ લગાવી રહી છે. ગુરુવારે કર્ણાટકના પૂર્વ સીએમ બીએસ યેદિયુરપ્પાએ કોંગ્રેસના આરોપોનો પ્રેસ કૉન્ફરન્સમાં જવાબ આપ્યો છે.
યેદિયુરપ્પાને કહ્યુ કે કર્ણાટકમાં ભાજપને પૂર્ણ બહુમતી મળવા જઈ રહી છે. પીએમ મોદીના નેતૃત્વમાં અમે ફરી સત્તામાં આવીશુ. કોંગ્રેસ ભ્રષ્ટ છે એટલે 40 ટકા કમિશનના ખોટા આક્ષેપો કરી રહી છે, મતદારો આ બાબતો પર ધ્યાન નહીં આપે, તેઓ ભાજપને જ મત આપશે.
#WATCH | We're going to get absolute majority in Karnataka. Under PM Modi's leadership, we'll come back to power. Congress are corrupt & that's why they're making false allegations of 40% commission, these things will be kept away by voters: Former Karnataka CM BS Yediyurappa pic.twitter.com/1odLw414S1
— ANI (@ANI) March 30, 2023












Click it and Unblock the Notifications
