#KarnatakaResults: ભાજપ-કોંગ્રેસ નહીં પરંતુ જેડીએસ બનશે કિંગ મેકર

કર્ણાટક વિધાનસભા ઈલેક્શન માટે મતગણતરી શરૂ થઇ ચુકી છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે.

કર્ણાટક વિધાનસભા ઈલેક્શન માટે મતગણતરી શરૂ થઇ ચુકી છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી રહી છે. મુખ્યમંત્રી સિદ્ધરામૈયા બે જગ્યાથી ઈલેક્શન લડી રહ્યા છે. જેમાંથી ચામુંડેશ્વરી સીટ પર તેઓ પાછળ ચાલી રહ્યા છે જયારે બાદામી સીટ પર તેમને લીડ મેળવી છે. ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર તો ચાલી જ રહી છે. પરંતુ તેની સાથે જેડીએસ એક મોટી તાકાત તરીકે બહાર આવી રહી છે. આપણે જણાવી દઈએ એ જેડીએસ સેક્યુલર ઘ્વારા અહીં બસપા સાથે ગઠબંધન કરીને ઈલેક્શન લડ્યું છે.

જેડીએસ બનશે કિંગ મેકર?

જેડીએસ બનશે કિંગ મેકર?

જો જેડીએસ પાસે 35 જેટલી પણ સીટો આવી જશે તો તેઓ એક નિર્ણાયક પાર્ટી તરીકે ઉભરી આવશે. જેઓ નક્કી કરશે કે આ વખતે કર્ણાટક ની સત્તા કોના હાથમાં આવશે.

દેવગૌડા ઘ્વારા આપવામાં આવ્યું મોટું નિવેદન

દેવગૌડા ઘ્વારા આપવામાં આવ્યું મોટું નિવેદન

એક્ઝિટ પોલ દરમિયાન પણ જોવા મળ્યું હતું કે રાજ્યમાં ત્રિશંકુ વિધાનસભા બની શકે છે. ત્યારપછી કોંગ્રેસ તરફ થી સતત જેડીએસ સાથે હાથ મિલાવવાની કોશિશ ચાલુ છે. ખબર આવી છે કે કોંગ્રેસના વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ ઘ્વારા સોમવારે એચડી દેવગૌડા સાથે મુલાકાત પણ કરવામાં આવી હતી. ત્યારે દેવગૌડા ઘ્વારા જાતે કહેવામાં આવ્યું હતું કે તેઓ કોઈ પણ સંભાવનાથી ઇન્કાર નથી કરી શકતા, તેમને હમણાં કઈ પણ સ્વીકાર કર્યું નથી અને કઈ પણ રદ કર્યું નથી.

222 વિધાનસભા સીટો પર મતદાન થયું

222 વિધાનસભા સીટો પર મતદાન થયું

રાજ્યની 224 વિધાનસભા સીટોમાંથી 222 વિધાનસભા સીટો પર મતદાન થયું. કોઈ પણ પાર્ટીને સરકાર બનાવવા માટે 112 વિધાયકોની જરૂર પડશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X