Karnataka Elections: શિવકુમારે CM પદ માટે ખડગેનુ કર્યુ સમર્થન, 'દલિત મુખ્યમંત્રી' પરની ચર્ચાને વેગ
Karnataka Elections: કર્ણાટક વિધાનસભા ચૂંટણીમાં રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસ સીએમ ચહેરા વગર ચૂંટણી લડી રહી છે. અત્યાર સુધી કર્ણાટકના મુખ્યમંત્રી પદ માટે કોંગ્રેસનો મુકાબલો વરિષ્ઠ નેતા સિદ્ધારમૈયા અને ડીકે શિવકુમાર વચ્ચે હતો. આ દરમિયાન, કર્ણાટક કોંગ્રેસના એકમના પ્રમુખ ડીકે શિવકુમારે કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ એમ મલ્લિકાર્જુન ખડગેનુ નામ રેસમાં સામેલ કર્યુ છે.
જે બાદ સિદ્ધારમૈયા કેમ્પના નેતાઓની ભ્રમરો ઉંચી થઈ ગઈ છે. મુખ્યમંત્રી પદ માટે ખડગેને સમર્થન આપવાના શિવકુમારના પગલાંને કેટલાક લોકો 'દલિત મુખ્યમંત્રી' પરની ચર્ચાને પુનર્જીવિત કરવાના પ્રયાસ તરીકે અને સિદ્ધારમૈયાના મુખ્યમંત્રી બનવાની શક્યતાઓને નબળી પાડવાના પ્રયાસ તરીકે જોવામાં આવે છે.

મલ્લિકાર્જુન ખડગેને કર્ણાટકના મુખ્યમંત્રી બનાવવામાં કોઈ વાંધો નથી તેમ કહીને પાર્ટીમાં 'દલિત સીએમ' અને 'મૂળ નિવાસી વિ. પ્રવાસી'ની ચર્ચા ફરી શરૂ થઈ ગઈ છે. શિવકુમારના આ નિવેદનને જોઈને સિદ્ધારમૈયા કર્ણાટકના સીએમ બનવાની શક્યતાઓ પર પાણી ફરી વળ્યુ છે.
તમને જણાવી દઈએ કેડીકે શિવકુમાર કે જેઓ ખુદ સીએમ પદના પ્રબળ દાવેદાર માનવામાં આવે છે, તેમણે સોમવારે કહ્યુ હતુ કે મુખ્યમંત્રી બનવા પર તેઓ ખડગેના નેતૃત્વમાં કામ કરવા માંગશે. તેમણે કહ્યું કે પાર્ટીની અંદર એવા અવાજો ઉઠી રહ્યા છે કે ભૂતકાળમાં દિગ્ગજ નેતા ખડગે સાથે અન્યાય થયો છે, પ્રદેશ કોંગ્રેસના ઘણા લોકો આવુ કહી રહ્યા છે. આ સાથે શિવકુમારે કહ્યું કે જો કે પાર્ટી આ અંગે અંતિમ નિર્ણય લેશે.
જો ખડગેનુ નામ સીએમ પદ માટે આવશે તો શું તમે પીછેહઠ કરશો? આ પ્રશ્નનો જવાબ આપતાં સોમવારે શૃંગેરીમાં પત્રકારો સાથે વાત કરતાં શિવકુમારે કહ્યુ કે ખડગે અમારા વરિષ્ઠ નેતા અને કોંગ્રેસ પાર્ટીના વડા છે. ખડગેએ મુખ્યમંત્રી પદ માંગ્યુ નથી, કોંગ્રેસ સત્તામાં આવે, આ જ તેમની ઈચ્છા છે.
શિવકુમારે કહ્યું કે તેઓ વરિષ્ઠ નેતા છે અને કેટલાક લોકોને લાગે છે કે ખડગે સાથે અન્યાય થયો છે. તેમણે કહ્યું કે હું પાર્ટીના નિર્ણયનુ પાલન કરીશ, તે મારાથી 20 વર્ષ સીનિયર છે. હું તેમની ઈચ્છા પ્રત્યે પ્રતિબદ્ધ છું.
તેમણે કહ્યું કે પાર્ટી જે કહે છે તેનુ પાલન કરવું જોઈએ. ખડગે પાર્ટીનુ સુકાન સંભાળી રહ્યા છે. હું તે પાર્ટી પર છોડી રહ્યો છું, પાર્ટીનો જે પણ આદેશ હશે, સિદ્ધારમૈયા અને અન્ય લોકો પણ પાર્ટીના આદેશનુ પાલન કરશે, પાર્ટી મહત્વપૂર્ણ છે. પાર્ટીના સૂત્રોના જણાવ્યા અનુસાર, મલ્લિકાર્જુન ખડગે ત્રણ વખત મુખ્યમંત્રી બનવાની રેસ હારી ગયા હતા - 1999માં એસએમ કૃષ્ણા, 2004માં એન ધરમ સિંહ અને 2013માં સિદ્ધારમૈયા સામે.












Click it and Unblock the Notifications
