For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

યેદિયુરપ્પાના શપથ ગ્રહણ પર ભડક્યા કુમારસ્વામીઃ “રાજ્યપાલે પોતાના પદનો દુરુપયોગ કર્યો”

રાજકીય ઉલટપલટ બાદ છેવટે બીએસ યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદના શપથ લઈ લીધા. તેઓ ત્રીજી વાર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે.

|
Google Oneindia Gujarati News

રાજકીય ઉલટપલટ બાદ છેવટે બીએસ યેદિયુરપ્પાએ મુખ્યમંત્રી પદના શપથ લઈ લીધા. તેઓ ત્રીજી વાર પ્રદેશના મુખ્યમંત્રી બન્યા છે. પરંતુ બીએસ યેદિયુરપ્પાએ કર્ણાટકના મુખ્યમંત્રીના રૂપમાં શપથ લીધા બાદ રાજકારણ વધુ ગરમાયુ છે. એક તરફ કોંગ્રેસે શપથહગ્રહણના વિરોધમાં ધરણા શરૂ કરી દીધા છે. તો જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ પણ ભાજપ પર હુમલો કર્યો છે અને લોકતંત્રને બરબાદ કરવાનો આરોપ લગાવ્યો છે.

kumarswami

એચડી કુમારસ્વામીએ ભાજપ પર હુમલો બોલતા કહ્યુ કે અમારો પ્લાન વિધાયકોને બચાવવાનો છે. ભાજપ અને તેમના મંત્રી વિધાયકોને ખરીદવાની કોશિશ કરી રહ્યા છે અને લોકોને કેન્દ્ર સરકારના વલણ વિશે ખબર હોવી જોઈએ. ભાજપ પાસે બહુમત નથી. કુમારસ્વામીએ આરોપ લગાવ્યો છે કે ગવર્નરે આ કેવુ વર્તન કર્યુ છે? ગવર્નરે પોતાના પદનો દુરુપયોગદ કર્યો છે.

કુમારસ્વામીએ કહ્યુ કે તે પોતાના પિતા એચડી દેવગૌડા સાથે વાત કરશે કે તેઓ આગળ આવીને નેતૃત્વ કરે અને બધા વિપક્ષી દળો સાથે વાત કરે, તેઓ દેશને આ બતાવે કે કેવી રીતે ભાજપ લોકતંત્રને બરબાદ કરી રહ્યુ છે. તેમણે કહ્યુ કે બધા વિપક્ષી દળોને ભાજપ સામે દેશહિતમાં એકજૂથ થવુ પડશે.

English summary
karnataka governor has misused his office says hd kumaraswamy
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X