For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કર્ણાટક : જેડી(એસ)એ BJPને પાછળ છોડ્યું : રાજ્યની બીજી સૌથી મોટી પાર્ટી બનશે

|
Google Oneindia Gujarati News

h-d-deve-gowda
બેંગલોર, 8 મે : કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2013ના તાજા પરિણામો સ્પષ્ટ રીતે દર્શાવે છે કે કોંગ્રેસ રાજ્યની સૌથી મોટી પાર્ટી બનવાની દિશામાં આગળ વધી રહી છે. આ ઉપરથી લાગી રહ્યું છે કે આ વખતે ભાજપના શિરેથી સત્તાનો તાજ છીનવીને જનતાએ તે કોંગ્રેસના શિરે શોભાવવાનું નક્કી કર્યું છે.

જે પ્રમાણે કર્ણાટક વિધાનસભા ચૂંટણી 2013ની મતગણતરીના પરિણામો આવી રહ્યા છે તે જોતા કોંગ્રેસ રાજ્યની નંબર વન પાર્ટી બનશે તેમ લાગે છે. જ્યાપે ભાજપ નંબર વન પરથી સીધી નંબર ત્રણ પર સરકી ગઇ હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે જેડી(એસ) ભાજપ કરતા વધારે સારો દેખાવ કરી રહી છે. આ સાથે એ પણ સ્પષ્ટ થયું છે કે ભાજપથી અલગ થઇને યેદીયુરપ્પાએ અલગ પાર્ટી તો બનાવી પણ તે કોઇ કમાલ કરી શકી નથી.

મતગણતરીના અત્યાર સુધીના આંકડા દર્શાવે છે કે કોંગ્રેસે 20 બેઠક પર, ભાજપે 3 બેઠક પર, જેડી(એસ)એ 5 બેઠક પર, બીએસઆર કોંગ્રેસે 2 બેઠકો પર વિજય મેળવી લીધો છે. બે અપક્ષ ઉમેદવારોનો પણ વિજય થયો છે. જ્યારે લીડ ગણતરી અનુસાર કોંગ્રેસ 110, ભાજપ 42, જેડી(એસ) 47, કેજેપી 10, બીએસઆર (કોંગ્રેસ) 4 અને અન્યો 12 બેઠકો પર આગળ છે.

કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી રહી ચૂકેલા એચ ડી દેવૈગૌડાની પાર્ટી જનતાદળ (સેક્યુલર) ફરી એકવાર લાઇમલાઇટમાં આવી ગઇ છે. એક ધારણા મુજબ રાજ્યમાં જેડી(એસ) અંદાજે 45થી 55 બેઠકો મેળવી શકે છે. કોંગ્રેસ પણ જાહેર કરી ચૂકી છે કે રાજ્યમાં સરકાર બનાવવા માટે જો તેને અન્યોના સાથની જરૂર પડશે તો તે જેડી(એસ)ની મદદ મેળવવા માટે તૈયાર છે.

ઉલ્લેખનીય છે કે વર્ષ 2004માં કોંગ્રેસ અને જેડી(એસ)નું ગઠબંધન થયું હતું. ત્યાર બાદ જેડી(એસ) દ્વારા ભાજપ સાથે હાથ મિલાવવામાં આવ્યો હતો. પણ તે જોડાણ પણ છેવટે તૂટી ગયું હતું.

English summary
Karnataka : JD(S) doing better than BJP, marching towards No 2 Position.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X