For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

JDS વિધાયકનો વીડિયો, 40 કરોડની ઓફરનો દાવો

કર્ણાટકના રાજકારણમાં, છેલ્લા કેટલાક દિવસોમાં ઉથલપાથલનો સમય છે. સત્તાધારી કુમારસ્વામી સરકાર કહે છે કે ભાજપ સરકારને અસમર્થ બનાવવાનો પ્રયાસ કરી રહી છે

|
Google Oneindia Gujarati News

કર્ણાટકના રાજકારણમાં, છેલ્લા કેટલાક દિવસોમાં ઉથલપાથલનો સમય છે. સત્તાધારી કુમારસ્વામી સરકાર કહે છે કે ભાજપ સરકારને અસમર્થ બનાવવાનો પ્રયાસ કરી રહી છે અને તેઓ વિધાયકોને પૈસાની લાલચ આપીબી તેમને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે જ સમયે, એક જેડીએસ વિધાયકનો વીડિયો આવ્યો છે, જેમાં તેણે એવો દાવો કર્યો કે તેને 40 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી.

આ પણ વાંચો: ઉત્તરાખંડ સુધી રાજીનામાની આંચ, રાહુલ બાદ હરીશ રાવતે છોડ્યુ પદ

સરકારને અસ્થિર બનાવવાનો પ્રયાસ કરી

સરકારને અસ્થિર બનાવવાનો પ્રયાસ કરી

જો કે, વિધાયક કે. મહાદેવ ઘ્વારા એવું જણાવવામાં નથી આવ્યું કે તેને આ પૈસાની ઓફર કોના ઘ્વારા આપવામાં આવી હતી. કર્ણાટકમાં જેડીએસ-કોંગ્રેસી ગઠબંધન સરકારના નેતાઓ સતત આરોપ કરે છે કે ભાજપ કુમારસ્વામી સરકારને અસ્થિર બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ભાજપ આ આક્ષેપોને હંમેશા નકારતી જ આવી છે

ધારાસભ્યોને ખરીદવા માટે ભ્રષ્ટાચારની રકમનો ઉપયોગ

ધારાસભ્યોને ખરીદવા માટે ભ્રષ્ટાચારની રકમનો ઉપયોગ

આ વિડિઓમાં કે. મહાદેવ ઘ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે કોંગ્રેસના બળવાખોર વિધાયક રમેશ ઝરકીહાલીએ ગઠબંધન સાથે રહેવા માટે 80 કરોડની માગણી કરી હતી. કૉંગ્રેસે આક્ષેપ કર્યો છે કે ભાજપ ધારાસભ્યોને ખરીદવા માટે ભ્રષ્ટાચારની રકમનો ઉપયોગ કરી રહી છે. કર્ણાટક ભાજપે શાસક પક્ષના આ આક્ષેપોને નિરર્થક ગણાવ્યા હતા.

40 કરોડ ચૂકવવાની ઓફર

40 કરોડ ચૂકવવાની ઓફર

વિધાયક મહાદેવએ જણાવ્યું હતું કે ભાજપમાં જોડાવા માટે 40 કરોડ ચૂકવવાની ઓફર આપવામાં આવી હતી, પરંતુ તેમણે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોને કૉલ કરવાની ધમકી આપી હતી. બીજી તરફ, રાજ્યના ભૂતપૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા ઘ્વારા એવો દાવો કરવામાં આવ્યો છે કે ભાજપ કર્ણાટક સરકારને તોડવા માંગે છે. સિદ્ધારમૈયા ઘ્વારા જેડીએસ નેતા જીટી દાવો ગૌડાના તે નિવેદનને કેન્સલ કરી દેવામાં આવ્યું જેમાં તેમણે કહ્યું હતું કે સરકાર અસ્થિર કરવામાં મોદી અને ગૃહ પ્રધાન અમિત શાહ શામિલ નથી.

English summary
Karnataka: JDS MLA K Mahadev claims about offering 40 crore for joining bjp
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X