કર્ણાટકમાં મોટી હલચલ, JDS ધારાસભ્યોએ કુમારસ્વામીને કહ્યુ, ‘ભાજપને સપોર્ટ કરો'
કર્ણાટકના રાજકારણમાં મોટા ફેરભારના સંકેત મળી રહ્યા છે. જેડીએસ ધારાસભ્યોએ પૂર્વ સીએમ એચડી કુમારસ્વામીને ભાજપનું સમર્થન કરવાની માંગ કરી છે.
કર્ણાટકના રાજકારણમાં મોટા ફેરફારના સંકેત મળી રહ્યા છે. જેડીએસ ધારાસભ્યોએ પૂર્વ સીએમ એચડી કુમારસ્વામીને ભાજપનું સમર્થન કરવાની માંગ કરી છે. જેડીએસમાં હાલમાં બે જૂથ બનતા જોવા મળી રહ્યા છે. આ પહેલા, રાજ્યમાં ચાલી રહેલ રાજકીય ઉથલપાથલ વચ્ચે શુક્રવારે બીએસ યેદિયુરપ્પાએ ચોથી વાર મુખ્યમંત્રી પદના શપથ લીધા. બીએસ યેદિયુરપ્પાએ 31 જુલાઈ સુધી બહુમત સાબિત કરવાનો છે.

જેડીએસનું એક જૂથ ભાજપને સમર્થન આપવાના પક્ષમાં
જેડીએસનુ એક જૂથ વિપક્ષમાં બેસવા ઈચ્છે છે જ્યારે બીજુ જૂથ ભાજપને સમર્થન આપવાની માંગ કરી રહ્યુ છે. આ જૂથનું કહેવુ છે કે આ સમર્થન સરકારમાં રહીને અથવા બહારથી આપી શકાય છે. આ મામલે પૂર્વ મંત્રી જીટી દેવગૌડાએ કહ્યુ કે ભાજપને સમર્થન આપવાનો અંતિમ નિર્ણય એચડી કુમારસ્વામી પર છોડવામાં આવ્યો છે. સમર્થન આપવાના પક્ષમાં રહેલા ધારાસભ્યોનું કહેવુ છે કે ભાજપને સમર્થન આપીને સરકાર બચાવવાનું વધુ સારુ રહેશે.

કુમારસ્વામીએ લેવાનો છે અંતિમ નિર્ણય
જેડીએસ ધારાસભ્યોનું આ પગલુ એટલા માટે પણ મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યુ છે કે ત્રણ દિવસ પહેલા જ કુમારસ્વામીની પાર્ટીએ સરકાર પાડવા માટે ભાજપને જવાબદાર ગણાવી હતી અને બીએસ યેદિયુરપ્પા પર ખરીદવેચાણનો આરોપ લગાવ્યો હતો. જો કે પૂર્વ મુખ્યમંત્રી એચડી કુમારસ્વામીએ સરકાર પડી ગયાના એક દિવસ બાદ જ કોંગ્રેસ સાથે ગઠબંધનના ભવિષ્ય વિશે મોટુ નિવેદન આપ્યુ હતુ. કુમારસ્વામીએ કોંગ્રેસ સાથે ગઠબંધન વિશે કોઈ ભરોસો નથી તેમ જણાવી કહ્યુ હતુ કે બંને પક્ષોએ હજુ સુધી આના પર ચર્ચા કરી નથી.

બીએસ યેદિયુરપ્પાએ ચોથી વાર સીએમ પદના શપથ લીધા
આ પહેલા મંગળવારે કોંગ્રેસ-જેડીએસ ગઠબંધન સરકાર પડી ભાંગ્યા બાદ શુક્રવારે કર્ણાટક ભાજપના પ્રમુખ બીએસ યેદિયુરપ્પાને એક વાર ફરીથી મુખ્યમંત્રી બનવાનો મોકો મળી ગયો. 15મી વિધાનસભામાં આ બીજી વાર છે જ્યારે તેમણે મુખ્યમંત્રી પદના શપથ લીધા છે. પહેલી વાર તેમને સૌથી મોટી પાર્ટીના ધારાસભ્ય દળના નેતા હોવાના નાતે સરકારે બનાવવાનું આમંત્રણ મળ્યુ હતુ પરંતુ તે બહુમત મેળવી શક્યા નહોતા અને તેમણે રાજીનામુ આપવુ પડ્યુ હતુ.












Click it and Unblock the Notifications
