Karnataka Result 2023 : કોંગ્રેસની જીત બાદ ઈમોશનલ થયા ડીકે શિવકુમાર, જાણો શું કહ્યું?

જેમ જેમ કર્ણાટકમાં મત ગણતરી આગળ વધી રહી છે તેમ તેમ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓનો ઉત્સાહ વધી રહ્યો છે. સાઉથના એકમાત્ર રાજ્યમાંથી સત્તા ગુમાવ્યા બાદ હવે બીજેપીમાં સન્નાટો છે. તમામ ઘટના વચ્ચે કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર જીત બાદ ઈમોશનલ થયા હતા.

કર્ણાટકમાં જેમ જેમ મત ગણતરી આગળ ચાલી રહી છે તેમ તેમ કોંગ્રેસની સીટો વધી રહી છે ત્યારે કર્ણાટક કોંગ્રેસ અધ્યક્ષ ડીકે શિવકુમાર ભાવુક થયા હતા. ડીકે શિવકુમારે ભાવુક થઈને કહ્યું કે, પાર્ટીના સભ્યોએ કઠીન પરિશ્રમ કર્યો.

DK Shivakumar

ડીકે શિવકુમારે કહ્યું કે,પાર્ટીના સભ્યોએ સખત મહેનત કરી. લોકોને અમારામાં વિશ્વાસ છે. સમર્થકોએ પણ સાથ આપ્યો. આ સામૂહિક નેતૃત્વ હતું. અમે સાથે કામ કર્યું તેથી અમને સફળતા મળી રહી છે. આ સંયુક્ત કર્ણાટકની જીત છે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ હંમેશા અમારું સમર્થન કર્યું છે.

તેમણે આગળ કહ્યું કે, જ્યારે સોનિયા ગાંધી જેલમાં મને મળવા તે હું ક્યારેય ભૂલી ન શકુ. હું સિદ્ધારમૈયા સહિત મારા રાજ્યના તમામ કાર્યકરો, સમર્થકો અને પાર્ટીના સભ્યોનો આભાર વ્યક્ત કરું છું. તમામે જેલવાસ દરમિયાન સોનિયા ગાંધીના સમર્થનને યાદ કર્યું અને કહ્યું કે તેમણે મલ્લિકાર્જુન ખડગેને વચન આપ્યું હતું કે તે કર્ણાટક કોંગ્રેસને સોંપી દેશે.

અહીં તમને જણાવી દઈએ કે, ડીકે શિવકુમાર કોંગ્રેસના મહત્વના અને વફાદાર સૈનિક માનવામાં આવે છે. આની પાછલ 2018ની વિધાનસભા ચૂંટણી છે. આ સમયે કોઈપણ પક્ષને પૂર્ણ બહુમતી મળી ન હતી ત્યારે કોંગ્રેસે જેડીએસ સાથે ગઠબંધન કર્યું હતું. જે બાદ રાજ્યમાં કોંગ્રેસની સરકાર બની હતી. માનવામાં આવે છે કે આ ગઠબંધન પાછળ ડીકેની મહત્વની ભૂમિકા હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X