Karnataka Result 2023 : નફરતની દુકાન બંધ થઈ, મહોબ્બતની દુકાન ખુલી-રાહુલ ગાંધી

કર્ણાટકમાં બીજેપીના સુપડા સાફ કર્યા બાદ કોંગ્રેસમાં ખુશીનો માહોલ છે. કોંગ્રેસના તમામ મોટા નેતાઓ કર્ણાટકના લોકોનો આભાર માની રહ્યા છે અને બીજેપી પર આકરા પ્રહારો કરી રહ્યા છે. હવે રાહુલ ગાંધીએ મીડિયા સામે આવીને જીત પર ખુશી વ્યક્ત કરતા બીજેપી પર આકરા પ્રહાર કર્યા હતા.

મીડિયા સાથે વાત કરતા રાહુલ ગાંધીએ કહ્યું કે, સૌથી પહેલા હું કર્ણાટકની જનતા, કર્ણાટકમાં કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યકર્તાઓ અને કર્ણાટકમાં કામ કરનાર તમામ નેતાઓને અભિનંદન આપુ છુ અને આભાર માનું છું.

Rahul Gandhi

તેમણે કહ્યું કે, કર્ણાટકની ચૂંટણીમાં એક તરફ ક્રોની મૂડીવાદીઓની શક્તિ હતી તો બીજી બાજુ ગરીબ લોકોની શક્તિ હતી. લોકોની શક્તિએ સત્તાની હરાવી છે. આવું દરેક રાજ્યમાં થશે. કોંગ્રેસ પાર્ટી કર્ણાટકમાં ગરીબોની સાથે ઉભી રહી, અમે ગરીબો માટે લડ્યા.

અહીં રાહુલ ગાંધીએ બીજેપી દ્વારા ફેલાવવામાં આવી રહેલી નફરતનો ઉલ્લેખ કરતા કહ્યું કે, અમે ગરીબોના મુદ્દા પર લડ્યા. મને લાગે છે કે સૌથી સારી વાત એ છે કે અમે નફરતથી, ખોટા શબ્દોથી ન લડ્યા. અમે આ યુદ્ધ પ્રેમથી ખુલ્લા દિલે લડ્યા. કર્ણાટકના લોકોએ બતાવ્યું છે કે દેશની જનતાને પ્રેમ ગમે છે.

કર્ણાટકમાં નફરતનું બજાર બંધ છે અને પ્રેમની દુકાનો ખુલી છે. આ બધાની જીત છે, કર્ણાટકની જનતાની જીત છે. અમે કર્ણાટકની ગરીબ જનતાને 5 વચનો આપ્યા છે, અમે આ વચનો પહેલા દિવસે પ્રથમ કેબિનેટ બેઠકમાં પૂરા કરીશું.

આ સિવાય કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે, આ પાર્ટી કાર્યકર્તાઓની મહેનતની જીત છે. લોકોએ અમને જીતાડ્યા છે, લોકોએ ભ્રષ્ટ સરકારને હરાવી છે. આપણે આગળ ઘણું કરવાનું છે, અમે જે વચનો આપ્યા છે તે પૂરા કરીશું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X