Karnataka Result : ડીકે શિવકુમારની 90 હજારથી વધુ મતોથી જીત, જાણો કોણ હશે મુખ્યમંત્રી?

કર્ણાટકમાં ધીરે ધીરે પરિસ્થિતી સાફ થઈ રહી છે. કોંગ્રેસના ધમાકેદાર પર્ફોમન્સ વચ્ચે બીજેપીના મોટા નેતાઓના ગરબા ઘરે આવી રહ્યા છે. આ ક્રમમાં કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમારે બીજેપીના મોટા નેતા અને મંત્રી આર અશોકને મોટા અંતરે હરાવીને મોટી જીત મેળવી છે.

ડીકે શિવકુમાર કર્ણાટકમાં કોંગ્રેસના હીરો સાબિત થયા છે. કનકપુરા સીટ પરથી ડીકે શિવકુમાર સાથે બીજેપી તરફથી મહેસૂલ મંત્રી આર અશોક અને જેડીએસ તરફથી બી નાગારાજૂ મેદાનમાં હતા. ડીકે શિવકુમારે આ બન્નેને મોટી હાર આપતા 90 હજારથી વધુ મતો સાથે જીત મેળવી છે.

Karnataka Result

કનકપુરા સીટ પર ડીકે શિવકુમારની જીત બાદ હવે મુખ્યમંત્રી કોણ બનશે તે ચર્ચાએ જોર પકડ્યુ છે. શિવકુમારના સમર્થકો માની રહ્યા છે કે તેમના નેતાએ કોંગ્રેસને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. તેમના યોગદાન માટે તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવે.

ડીકે શિવકુમાર કનકપુરા સીટ પરથી 90 હજાર વોટથી જીત્યા છે. શિવકુમારના સમર્થકો કોંગ્રેસ હાઈકમાન્ડ પાસે માંગ કરી રહ્યા છે કે તેમને રાજ્યના મુખ્યમંત્રી બનાવવામાં આવે. અહીં તમને જણાવી દઈએ કે, ડીકે શિવકુમારે પરિણામ પહેલા જ 141 સીટો જીતવાનો દાવો કર્યો હતો.

અહીં તમને જણાવી દઈએ કે, કર્ણાટકમાં સરકાર બનાવવા માટે પાર્ટીએ 113 સીટોની જરૂર પડે છે. અહીં કોંગ્રેસે 135 થી વધુ સીટો જીતવાની સંભાવના સાથે બીજેપીને મોટી હાર આપી છે. અહીં બીજેપી 65 સીટો આસપાસ જીતી રહી છે તો જેડીએસના ખાતામાં 19 આસપાસ સીટો જઈ રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X