કર્ણાટકના તુમકુર જિલ્લામાં બસ પલટવાથી 8ના મોત, 20 ગંભીર રીતે ઘાયલ

શનિવારે તુમકુર જિલ્લાના પાવાગડા પાસે બસ પલટવાથી છાત્રો સહિત આઠના મોત

કર્ણાટકઃ શનિવારે તુમકુર જિલ્લાના પાવાગડા પાસે બસ પલટવાથી છાત્રો સહિત આઠના મોત અને 20થી વધુ ગંભીર રીતે ઘાયલ થયા છે. સ્થાનિક પોલિસે આ દૂર્ઘટનાની માહિતી આપી છે. દૂર્ઘટનાની સૂચના મળતા ઘટના સ્થળે પહોંચેલી પોલિસે પ્રાથમિક તપાસ બાદ જણાવ્યુ કે ડ્રાઈવર દ્વારા બસ પર નિયંત્રણ ગુમાવી દેવાના કારણે આ દૂર્ઘટના બની. બસમાં 60ની આસપાસ મુસાફરો સવાર હતા. પોલિસ અધિકારીઓએ જણાવ્યુ કે 20 ઘાયલોમાંથી 8ને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે. મરનાર અને ઘાયલોમાં અમુક વિદ્યાર્થી પણ શામેલ છે.

accident

આ પહેલા મંગળવારે કર્ણાટકના વિજયનગર જિલ્લાના બનવીકલ્લુમાં રાષ્ટ્રીય રાજમાર્ગ 50 પર એક વાહન પલટી ગયુ હતુ. આ દૂર્ઘટનામાં 5 લોકોના મોત થયા હતા અને 9 લોકો ઘાયલ થયા હતા. મૃતકોમાં 4 મહિલાઓ શામેલ હતી. વાહનમાં સવાર બધા મુસાફરો રામેશ્વરમ જઈ રહ્યા હતા.

ગયા સપ્તાહે કલબુર્ગીમાં પણ એક માર્ગ અકસ્માત થયો હતો જ્યારે એક કાર ઝાડ સાથે અથડાઈ હતી. આ દૂર્ઘટનામાં 5 લોકોના મોત થયા હતા. પોલિસના જણાવ્યા મુજબ દૂર્ઘટનામાં માર્યા ગયેલા બધા મૃતક મહારાષ્ટ્રના અહમદનગરના રહેવાસી હતી અને ગનગપુરના દત્તાત્રેય મંદિરથી દર્શન કરીને પાછા આવી રહ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X