For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

સદાનંદ ગૌડાનો દાવો, ભાજપ પોતાના દમ પર બનાવશે સરકાર

કર્ણાટકમાં 222 વિધાનસભા સીટો માટે મતોની ગણતરી ચાલુ છે. શરૂઆતી રૂઝાનોમાં ભાજપ ઘણુ આગળ નીકળી ગયુ છે. ભાજપે 100 ના આંકડાને પાર કરી લીધુ છે.

|
Google Oneindia Gujarati News

કર્ણાટકમાં 222 વિધાનસભા સીટો માટે મતોની ગણતરી ચાલુ છે. શરૂઆતી રૂઝાનોમાં ભાજપ ઘણુ આગળ નીકળી ગયુ છે. ભાજપે 100 ના આંકડાને પાર કરી લીધુ છે. જ્યારે કોંગ્રેસ બીજા અને જેડીએસ ત્રીજા સ્થાન પર ચાલી રહી છે. ભાજપ કોંગ્રેસ કરતાં ઘણુ આગળ નીકળી ગયુ છે. રૂઝાનોને જોઈએ કર્ણાટકની 222 વિધાનસભા સીટોમાં ભાજપ સૌથી આગળ ચાલી રહ્યુ છે. ભાજપે રૂઝાનોમાં 110 નો આંકડો પાર કરી લીધો છે. બહુમત માટે કોઈ પણ પક્ષને 112 સીટોની આવશ્યકતા રહેશે.

sadanandgauda

વળી, શરૂઆતી રૂઝાનોથી ભાજપ ઘણુ ઉત્સાહિત છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી અને કેન્દ્રીય મંત્રી સદાનંદ ગૌડાએ શરૂઆતી રૂઝાનો બાદ એ દાવો કર્યો છે કે ભાજપ પોતાના દમ પર સરકાર બનાવશે. સદાનંદ ગૌડાએ કહ્યુ કે અમે પોતાના દમ પર સરકાર બનાવીશુ. સરકાર બનાવવા માટે કોઈની પણ મદદની જરૂર નહિ પડે. સદાનંદ ગૌડાએ કહ્યુ કે અમે સરળતાથી સરકાર બનાવવા લાયક આંકડો લાવી દઈશુ.

વળી, ચૂંટણી આયોગ અનુસાર, શરૂઆતી રૂઝાનોમાં ભાજપ કોંગ્રેસથી 2 સીટો પર આગળ ચાલી રહી છે. ભાજપ 55, કોંગ્રેસને 29 સીટો પર આગળ છે. તમને જણાવી દઈએ કે 12 મે ના રોજ કર્ણાટકમાં થયેલ વિધાનસભા ચૂંટણી દરમિયાન લગભગ 70 ટકા મતદાન થયુ હતુ સિદ્ધારમૈયાએ પોતાની જીતનો ભરોસો બતાવતા એક્ઝિટ પોલના પરિણામોને બે દિવસનું મનોરંજન ગણાવ્યા હતા.

English summary
karnataka verdict 2018-bjp will form govt single handedly sadananda gowda
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X