Karnataka Election: વોક્કાલિગા અને લિંગાયત મતો કોના ખાતામાં? જાણો શું કહી રહ્યા સમીકરણ?
કર્ણાટકમાં જાતિવાદ અને હિન્દુ-મુસ્લિમની રાજનીતિ ચરમ પર છે. એક તરફ બીજેપીએ મુસ્લિમ અનામત રદ કરીને ત્યાંની બે પ્રભાવી જાતિ વોક્કાલિગા અને લિંગાયતોને આપી દીધી છે. તો બીજી તરફ કોંગ્રેસ મુસ્લિમ અનામતને બહાલ કરવાના વાયદા સાથે ચૂંટણીમાં ઉતરી છે. હવે સવાલ છે કે આનાથી ફાયદો કોને?
હાલમાં જ લોકનીતિ-સેન્ટર ફોર ધ સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ અને NDTV નો નવો ઓપિનિયન પોલ સામે આવ્યો છે. આ ઓપિનિયન પોલમાં કર્ણાટકની બે વર્ચસ્વ ધરાવતી જાતિઓ વોક્કાલિગાસ અને લિંગાયતોના ઝુકાવ મુદ્દે સવાલો કરાયા હતા.

21 વિધાનસભા મતવિસ્તારોમાંથી 2,143 મતદારોના સર્વેક્ષણમાં ખુલાસો થયો છે કે, વોક્કાલિગા મુખ્યત્વે કોંગ્રેસ અને એચડી કુમારસ્વામીના જનતા દળ સેક્યુલર વચ્ચે વહેંચાયેલા છે. તેમાંથી 34 ટકાએ કહ્યું કે તેઓ કોંગ્રેસને ટેકો આપે છે અને 36 ટકાએ જેડીએસની તરફેણમાં કરી છે.
બીજી તરફ લિંગાયતો હજુ ભાજપ સાથે દેખાઈ રહ્યા છે અને 67 ટકા લોકો બીજેપીને મત આપવાની તરફેણ કરી છે. આ સિવાય મુસ્લિમ મતો કોંગ્રેસ સાથે રહેવાની શક્યતા છે. સર્વેમાં એ પણ જાણવા મળ્યું છે કે આર્થિક રીતે નબળા વર્ગના અડધા લોકો કોંગ્રેસને પસંદ કરે છે. બાકીના અડધામાંથી માત્ર 23 ટકા બીજેપીના પક્ષમાં છે.
બીજેપીની વાત કરીએ તો, સત્તાધારી બીજેપી સમૃદ્ધ વર્ગમાં લોકપ્રિય છે. આ વર્ગમાં 31 ટકા લોકોનું કોંગ્રેસને સમર્થન મળી રહ્યું છે. બીજેપી વોક્કાલિગાના ગઢમાં પ્રવેશ કરવા અને તેનું લિંગાયત સમર્થન જાળવી રાખવા પ્રયાસ કરી રહી છે. આ માટે, માર્ચમાં બીજેપીએ મુસ્લિમો માટે ચાર ટકા ઓબીસી આરક્ષણને સમાપ્ત કરીને બે સમુદાયો વચ્ચે વહેંચી દીધું હતું.
લિંગાયતોને 7 ટકા અનામત છે. જે વોક્કાલિગા કરતાં એક ટકા વધુ છે. રાજ્યનો સૌથી મોટો સમુદાય જે લગભગ 17 ટકા વસ્તી ધરાવે છે અને રાજ્યને નવ મુખ્યમંત્રી આપ્યા તે લિંગાયતો 224 વિધાનસભા બેઠકોમાંથી 90-100 બેઠકો પર ચૂંટણીનું પરિણામ નક્કી કરવા સક્ષમ છે.
લિંગાયતોની સરખામણીમાં વોક્કાલિગા સમુદાય નાનો હોવા છતાં તે રાજ્યની કુલ વસ્તીના 15 ટકા છે. તેને કર્ણાટકને 4 મુખ્યમંત્રી અને એક વડાપ્રધાન આપ્યા છે. આ સમુદાયનો ગઢ ઓલ્ડ મૈસુર પ્રદેશ રાજ્યની 224 વિધાનસભા બેઠકોમાંથી 61 બેઠકો ધરાવે છે. આમાં બેંગલુરુ ગ્રામીણની ચાર બેઠકો પણ સામેલ છે.
હાલ બીજેપી પાસે આમાંથી 17 બેઠકો છે. આ સિવાય જેડીએસ પાસે 26 અને કોંગ્રેસ પાસે 18 બેઠકો છે. આ સમુદાયને આકર્ષવા બીજેપીએ બેંગલુરુ એરપોર્ટની નજીક બેંગલુરુના સ્થાપક અને વિજયનગર રાજવંશના 16મી સદીના વડા નડા પ્રભુ કેમ્પે ગૌડાની 108 ફૂટની વિશાળ પ્રતિમા પણ બનાવી છે.
બીજેપીએ એ પણ દાવો કર્યો હતો કે વોક્કાલિગાના બે નેતાઓએ મૈસુરના 17મી સદીના શાસક ટીપુ સુલતાનની હત્યા કરી હતી. આને લઈને મોટો વિવાદ પણ થયો હતો.












Click it and Unblock the Notifications
