કર્ણાટકઃ યેદિયુરપ્પાએ લીલી શાલ ઓઢીને કેમ સીએમ પદના શપથ લીધા?

કર્ણાટકઃ યેદિયુરપ્પાએ લીલી શાલ ઓઢીને કેમ સીએમ પદના શપથ લીધા?

બેંગ્લોરઃ કર્ણાટકમાં આજે ફરી એકવાર ભાજપ સરકારની વાપસી થઈ છે, ભાજપના પ્રદેશ અધ્યક્ષ બીએસ યેદિયુરપ્પાને રાજ્યપાલ વજુભઈ વાળાએ પદ અને ગોપનિયતાના શપથ લેવડાવ્યા, તે પહેલા તેમણે ભાજપના કાર્યકર્તાઓને સંબોધિત કર્યા. સોમવારે બીએસ યેદિયુરપ્પા વિધાનસભામાં બહુમત સાબિત કરી લેશે. જણાવી દઈએ કે એચડી કુમારસ્વામીની સરકાર માત્ર 14 મહિનામાં જ પડી ભાંગી છે.

યેદિયુરપ્પાએ લીલી શાલ ઓઢી હતી

યેદિયુરપ્પાએ લીલી શાલ ઓઢી હતી

યેદિયુરપ્પાએ કર્ણાટક વિધાનસભામાં 31 જુલાઈ સુધી બુહમત સાબિત કરવાનું રહેશે. શપથ દરમિયાન યેદિયુરપ્પાએ લીલા રંગની શાલ ઓઢી હતી, ગયા વર્ષે પણ જ્યારે યેદિયુરપ્પાએ સીએમ પદની શપથ લીધી હતી ત્યારે પણ તેમણે લીલી શાલ ઓઢી હતી.

યેદિયુરપ્પાએ પોતાનું જીવન ખેડૂતોને સમર્પિત કર્યું

યેદિયુરપ્પાએ પોતાનું જીવન ખેડૂતોને સમર્પિત કર્યું

કર્ણાટક રાજ્યમાં ઓછો વરસાદ થયો હોવાના કારણે વર્ષ 2013માં દુષ્કાળ જેવા હાલાત પેદા થયા હતા અને કેટલાય ખેડૂતોએ મુશ્કેલી ભર્યા દિવસો જોવા માટે મજબૂર થવું પડ્યું હતું જે બાદથી જ યેદિયુરપ્પાએ પોતાની જિંદગીને ખેડૂતોને સમર્પિત કરી દીધી હતી અને કહ્યું હતું કે જિંદગીના અંતિમ શ્વાસ સુધી તેઓ ખેડૂતોના હક માટે લડતા રહેશે.

યેદિયુરપ્પાએ ખેડૂતોને વચન આપ્યું

યેદિયુરપ્પાએ કહ્યું હતું કે રાજ્યના ખેડૂતો સતત દુષ્કાળથી નુકસાન ભોગવતા આવ્યા હતા જેને કારણે તેમણે ઘણી સમસ્યાઓનો પણ સામનો કરવો પડી રહ્યો છે. એવામાં મુખ્યમંત્રી બનતા તેઓ રાજ્યના ખેડૂતોના કલ્યાણ માટે જ કામ કરશે. ક્યાંકને ક્યાંક લીલી શાલ ઓઢીને શપથ લેવા પણ તેમના આ વચનને જ યાદ અપાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X