આગામી 24 કલાકમાં જઈ શકે યેદિયુરપ્પાનું સીએમ પદ, સુપ્રિમે માંગ્યુ છે સમર્થનપત્ર

કર્ણાટકના 25 માં મુખ્યમંત્રી તરીકે બીએસ યેદિયુરપ્પાએ આજે સવારે 9 વાગે શપથ ગ્રહણ કર્યા. તેમને રાજ્યપાલ વજુભાઈ વાળાએ મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા.

કર્ણાટકના 25 માં મુખ્યમંત્રી તરીકે બીએસ યેદિયુરપ્પાએ આજે સવારે 9 વાગે શપથ ગ્રહણ કર્યા. તેમને રાજ્યપાલ વજુભાઈ વાળાએ મુખ્યમંત્રી પદના શપથ લેવડાવ્યા. યેદિયુરપ્પાએ ત્રીજી વાર કર્ણાટકના મુખ્યમંત્રી પદની કમાન સંભાળી છે. યેદિયુરપ્પાના સીએમ બનવા પર જ્યાં ભાજપમાં ઉજવણીનો માહોલ છે ત્યાં બીજી તરફ કોંગ્રેસ અને જેડીએસ બંને સમસમી ગયા છે. તેમને જણાવી દઈએ કે કર્ણાટકના રાજ્યપાલે બુધવારની સાંજે બીએસ યેદિયુરપ્પાને નવી સરકાર ગઠિત કરવા અને ગુરુવારે મુખ્યમંત્રીના રૂપમાં શપથ ગ્રહણ કરવા માટે આમંત્રિત કર્યા હતા. યેદિયુરપ્પાને 15 દિવસની અંદર પોતાનો બહુમત સાબિત કરવાનો રહેશે.

કોંગ્રેસ અને જેડીએસ નેતાઓનું વિરોધ પ્રદર્શન

કોંગ્રેસ અને જેડીએસ નેતાઓનું વિરોધ પ્રદર્શન

રાજ્યપાલના નિર્ણયના વિરોધમાં ગુલામ નબી આઝાદ, અશોક ગેહલોત અને પૂર્વ મુખ્યમંત્રી સિદ્ધારમૈયા સહિત કોંગ્રેસ ધારાસભ્યો અને નેતાઓએ વિધાનસભાની બહાર મહાત્મા ગાંધીની પ્રતિમા સામે વિરોધ પ્રદર્શન કર્યુ. આ ધરણામાં જેડીએસના ધારાસભ્યો પણ શામેલ થયા કે જે કાલ સુધી ભાજપ સાથે આવવાની વાત કહી રહ્યા હતા.

બીએસ યેદિયુરપ્પાએ લીધી સીએમ પદની શપથ

બીએસ યેદિયુરપ્પાએ લીધી સીએમ પદની શપથ

ઉલ્લેખનીય છે કે આ પહેલા કર્ણાટકમાં બીએસ યેદિયુરપ્પાને મુખ્યમંત્રી પદની શપથ લેવડાવવાના રાજ્યપાલ વજુભાઈ વાળાના નિર્ણયના વિરોધમાં કોંગ્રેસ અને જેડીએસની યાચિકા પર સુપ્રિમ કોર્ટે બુધવારે અડધી રાત બાદ સુનાવણી કરી હતી.

સુપ્રિમે માંગ્યુ સમર્થનપત્ર

સુપ્રિમે માંગ્યુ સમર્થનપત્ર

લગભગ 3.30 વાગ્યા સુધી ચાલેલી ઐતિહાસિક સુનાવણીમાં સુપ્રિમ કોર્ટે યેદિયુરપ્પાના શપથ ગ્રહણ પર તો રોક લગાવવાની મનાઈ ફરમાવી દીધી હતી. આ મામલાની સુનાવણી હવે શુક્રવારે સવારે 10.30 વાગે થશે. જેમાં કોર્ટે બંને પક્ષોને ધારાસભ્યોની યાદી લાવવા કહ્યુ છે.

આગામી 24 કલાકમાં જઈ શકે છે સીએમ યેદિયુરપ્પાની ખુરશી

આગામી 24 કલાકમાં જઈ શકે છે સીએમ યેદિયુરપ્પાની ખુરશી

24 કલાકની અંદર ભાજપ માટે 112 ધારાસભ્યોની યાદી સોંપવી સરળ નથી. એવામાં યેદિયુરપ્પા માટે બહુમત સાબિત કરવુ એક મોટી ચુનોતી છે. જો તે આમ ન કરી શકે તો તેમની આજની ખુરશી પર કોર્ટનો ડંડો ચાલી શકે છે અને માત્ર 24 કલાકની અંદર જ યદિયુરપ્પા પોતાની સીએમની ખુરશી ગુમાવી શકે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X