For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'શ્રીલંકા મુદ્દે કરુણાનિધિ સાથે કરાશે ચર્ચા'

|
Google Oneindia Gujarati News

karunanidhi
નવી દિલ્હી, 18 માર્ચઃ કેન્દ્રીય સંસદીય કાર્યમંત્રી કમલનાથે સોમવારે કહ્યું કે સરકારના ત્રણ વરિષ્ઠ મંત્રી શ્રીલંકા મુદ્દે ડીએમકેના અધ્યક્ષ એમ કરુણાનિધિ સાથે વાતચીત કરશે અને સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પરિષદ(યુએનએચઆરસી)માં શ્રીલંકા પર કોઇ ઠરાવ પર મતદાન અંગેનો નિર્ણય સહયોગીદળો સાથેની વાતચીત બાદ લેવામાં આવશે. કમલનાથે જણાવ્યું કે કેન્દ્રીય ગૃહમંત્રી પી ચિદમ્બરમ, રક્ષામંત્રી એક એન્ટની અને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ગુલામ નબી આઝાદ ચેન્નાઇમાં કરુણાનિધિ સાથે મુલાકાત કરશે.

કમલનાથે પત્રકારોને કહ્યું, 'ત્રણ વરિષ્ઠ મંત્રી તેમની સાથે મુલાકાત કરી યુએન ઠરાવ પર ચર્ચા કરશે. ત્યાર બાદ જ સરકાર આ સંબંધમાં કોઇ નિર્ણય લેશે.' કરુણાનિધિએ રવિવારે કહ્યું હતું કે જો યુપીએ સરકાર યુએનએચઆરસીમાં શ્રીલંકા વિરુદ્ધ રજૂ કરવામાં આવેલા અમેરિકન પ્રસ્તાવને વધુ કડક બનાવવા માટે તેમા કોઇ સંશોધન નહીં કરે તો તે કોંગ્રેસ નેતૃત્વવાળી યુપીએ સરકારથી અલગ થઇ જશે.

કરુણાનિધિએ તમિલો વિરુદ્ધ 'યુદ્ધ અપરાધ' કરવામાં આવ્યા હોવાના આરોપોની તપાસની પણ માંગ કરી હતી. વર્ષ 2009માં લિબરેશન ટાઇગર ઓફ તમિલ ઇલમ(લિટ્ટે) સાથે યુદ્ધના અંતિમ દિવસે મોટી સંખ્યામાં તમિલ નાગરિકો માર્યા ગયા હોવાને લઇને શ્રીલંકા આરોપોના ઘેરામાં છે. લોકસભામાં ડીએમકેના 18 સાંસદ છે.

English summary
Three senior ministers will hold talks with DMK chief M Karunanidhi, and any decision on voting on a resolution at the UN Human Rights Council on Sri Lanka will be taken after talking to allies, Parliamentary Affairs Minister Kamal Nath said.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X