ફાંસીથી ગભરાયેલા કસાબે દયા અરજી કરી

મુંબઇની આર્થર રોડ જેલના જેલરે મંગળવાર, 18 સપ્ટેમ્બર, 2012ના રોજ રાષ્ટ્રપતિ પ્રણવ મુખરજીની ઓફિસને કસાબે કરેલી દયા અરજી અંગે પત્ર લખી મોકલી આપ્યો છે.
ગત 29 જુલાઇના રોજ સુપ્રીમ કોર્ટે તેના ચૂકાદામાં જણાવ્યું હતું કે કસાબ પર તમામ પ્રકારના અક્ષમ્ય ગુનાઓ નોંધાયેલા છે. તેના માટે બીજો કોઇ વિકલ્પ નથી તેથી તેની ફાંસીની સજા યથાવત રાખવામાં આવે છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે કસાબનો સૌથી મોટો ગુનો એ છે કે તેણે દેશ સામે યુધ્ધ છેડ્યું છે. પુરાવાઓ દર્શાવે છે કે માનવવધ અને આતંકવાદી હૂમલાનું આયોજન પાકિસ્તાનમાં કરવામાં આવ્યું હતું.












Click it and Unblock the Notifications
