Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Kashmir Election 2024 : 56 ઈંચની છાતી મુદ્દે રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર કટાક્ષ કર્યો, જાણો શું કહ્યું?

Jammu Kashmir Assmbly Election 2024 : જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પહેલા નેતાઓ વચ્ચે વાર-પ્રતિવાર ચાલી રહ્યાં છે. હવે રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યુ છે.

હાલમાં જ વિદેશની ધરતી પરથી નરેન્દ્ર મોદી સરકારની આકરી ટીકા કર્યા બાદ રાહુલ ગાંધી પ્રચાર માટે કાશ્મીરના સૂરનકોટ પહોંચ્યા હતા.

Jammu Kashmir Assmbly Election 2024

અહીં રાહુલ ગાંધી તેમના પરિચિત અંદાજમાં નરેન્દ્ર મોદી પર આકરી ટિપ્પણી કરતા જોવા મળ્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે, હવે પહેલા જેવા નરેન્દ્ર નથી રહ્યા. આપણે સંસદમાં જોઈએ છીએ, હવે નરેન્દ્ર મોદીની 56 ઈંચની છાતી દેખાતી નથી.

રાહુલ ગાંધીએ આગળ કહ્યું કે, પીએમ નરેન્દ્ર મોદીની સાયકોલોજી અમે તોડી નાખી છે. ઈન્ડિયા ગઠબંધને નરેન્દ્ર મોદીને માનસિક રીતે કાયમ માટે તોડી નાખ્યા છે. ભાજપ અને આરએસએસના લોકો નફરત ફેલાવે છે. નફરતથી કોઈને ફાયદો થતો નથી.

રાહુલ ગાંધીએ આક્રમક અંદાજમાં કહ્યું કે, તમે જાણો છો કે નફરતને નફરતથી શમી શકાતી નથી. તમે જોયું જ હશે કે જો કોઈ વ્યક્તિ નફરત કરે છે તો તેને પ્રેમથી જ કાપી શકાય છે. તેથી જ આ વિચારધારાની લડાઈ છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, એક તરફ નફરત ફેલાવનારા લોકો છે અને બીજી બાજુ પ્રેમની દુકાન ખોલનારા લોકો છે. અમે કન્યાકુમારીથી કાશ્મીર અને પછી મણિપુરથી મહારાષ્ટ્ર સુધી ચાલ્યા, અમારો એક જ ઉદ્દેશ્ય હતો કે નફરતથી કોઈને ફાયદો નહીં થાય. અમે દરેક રાજ્યમાં પ્રેમની દુકાનો ખોલી.

ચૂંટણી દરમિયાન દબાણ વધ્યું તો કહ્યું કે હું બાયોલોજિકલ નથી. મતલબ કે મારું ઉપરથી સીધું જોડાણ છે, હું ઉપરના લોકો સાથે સીધી વાત કરું છું. આ નિવેદન તેના સાયકોલોજિકલ પ્રેસર દર્શાવે છે. અમે આ બધું નફરતથી નથી કર્યું. અમે આ બધું કામ નફરતને પ્રેમથી હરાવવા માટે કર્યું છે.

અહીં રાહુલ ગાંધીએ બીજેપી પર લોકોને લડાવવાનો આરોપ લગાવ્યો. રાહુલ ગાંધીએ કહ્યું કે, તે જ્યાં જાય ત્યાં આ કરે છે. એક જાતિ બીજી જાતિ સામે, એક ધર્મ બીજા ધર્મ સામે, એક રાજ્ય બીજા રાજ્યની સામે, એક ભાષા બીજી ભાષા સામે લડાવે છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે, તેઓએ આપણા પહાડી ભાઈઓ અને ગુર્જર ભાઈઓને પણ એકબીજા સાથે લડાવવાનો પ્રયાસ કર્યો છે. તેમનો આ પ્રોજેક્ટ નિષ્ફળ જશે. આપણે બધાને સાથે લઈને આગળ વધવાનું છે. આપણા માટે દરેક સમાન છે. અમે બધાને સાથે લઈને આગળ વધીશું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X