પાક. ટીમની જર્સી પહેરીને ક્રિકેટ રમનારા ખેલાડીઓ કસ્ટડીમાં

Subscribe to Oneindia News

કાશ્મીર ના ગાંદરબલ જિલ્લામાં એક ક્રિકેટ સ્પર્ધા દરમિયાન સ્થાનિક ટીમે પાકિસ્તાની ટીમની જરસી પહેરી, પાકિસ્તાન નું રાષ્ટ્રગીત ગાયું હોવાનો મામલો સામે આવ્યો છે. કહેવાય છે કે મેચ દરમિયાન પાકિસ્તાનના સમર્થનમાં નારેબાજી પણ થઈ હતી. કાશ્મીર પોલીસ દ્વારા તમામ ખેલાડીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના પરિવાર દ્વારા પણ પોલીસનો વિરોધ કરવામાં આવ્યો હતો.

NIA કરશે તપાસ

NIA કરશે તપાસ

આ કેસ ત્યારે પ્રકાશમાં આવ્યો જ્યારે આ મેચનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો. ત્યાર બાદ પોલીસે ખેલાડીઓની ધરપકડ કરી, આ મામલે પૂછપરછ કરી હતી. મળતી માહિતી મુજબ 2 એપ્રિલના રોજ આ ટુર્નામેન્ટ થઈ હતી. નોંધનીય છે કે આ જ દિવસે નરેન્દ્ર મોદી દેશની સૌથી લાંબી ટનલ ચેનાની-નશરીનું ઉદ્ઘાટન કરવા માટે જમ્મુ-કાશ્મીરમાં ઉપસ્થિત હતા. તે દરમિયાન અલગતાવાદીઓએ વિરોધ કર્યો હતો અને હડતાળ પણ જાહેર કરી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ કેસની તપાસ અર્થે રાષ્ટ્રીય તપાસ એજન્સી(NIA) કાશ્મીર જાય તેવી શક્યતા છે.

ટીમનું નામ બાબા દરયાઉદ્દીન

ટીમનું નામ બાબા દરયાઉદ્દીન

મળતી માહિતી મુજબ આ ટીમનું નામ બાબા દરયાઉદ્દીન છે, જે જિલ્લાના એક સૂફી સંતના નામ પરથી રાખવામાં આવ્યું છે, જેની દરગાહ ગાંદરબલમાં આવેલી છે. ઉલ્લેખનીય છે કે, જ્યારે આ કેસનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો ત્યારે પોલીસ વહીવટી તંત્રમાં જાણે ભૂકંપ આવી ગયો હતો અને ત્યાર બાદ ઝડપભેર આ કેસની તપાસ શરૂ કરવામાં આવી.

શા માટે પહેરી હતી પાકિસ્તાની જર્સી?

શા માટે પહેરી હતી પાકિસ્તાની જર્સી?

અગાઉ, જ્યારે પાકિસ્તાની જર્સી પહેરવા વિશે ખેલાડીઓની પૂછપરછ કરવામાં આવી હતી, ત્યારે તેમણે જણાવ્યું હતું કે તેઓ પોતાની ટીમને બધાથી અલગ દેખાડવા ઇચ્છતા હતા અને પોતાના કાશ્મીરી ભાઈઓ અને બહેનોને જણાવવા માંગતા હતા કે અમે હજુ સુધી કાશ્મીર મુદ્દાને ભૂલ્યા નથી. આથી લોકોનું ધ્યાન આકર્ષિત કરવા માટે અમે પાકિસ્તાની જર્સી પહેરી અને પાકિસ્તાનનું રાષ્ટ્રગીત ગાયું હતું.

અન્ય ટીમે પણ ગાયું હતું પાક.નું રાષ્ટ્રગીત

અન્ય ટીમે પણ ગાયું હતું પાક.નું રાષ્ટ્રગીત

આ કિસ્સામાં સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે બાબા દરયાઉદ્દીન જે ગ્રાઉન્ડ પર આ મેચ રમી રહ્યા હતી, તેની બાજુમાં જ પોલીસ સ્ટેશન છે. તેમ છતાં પોલીસને આ અંગે કંઇ જ ખબર ન પડી. નોંધનીય છે કે અન્ય ટીમે પણ પાકિસ્તાનનું રાષ્ટ્રગીત કૌમી તરાના ગાયું હતું. જો કે, બાબા દરયાઉદ્દીન ટીમના ખેલાડીઓએ પાકિસ્તાની ક્રિકેટ ટીમની જર્સી પહેરી હતી, જ્યારે વિરોધી ટીમના ખેલાડીઓ સફેદ જર્સી પહેરીને મેચ રમવા આવ્યા હતા.

English summary
Kashmiri cricketers detained allegedly for wearing Pak team’s jersey in a match, playing Pak anthem
Please Wait while comments are loading...