ગરીબોને ન્યાય અપાવવા કાત્જુ મહેશ ભટ્ટ સાથે બનાવશે NGO

આ અંગેની જાણકારી આપતા કાત્જુએ પોતાના બ્લોગ પર લખ્યું કે 'છેલ્લા કેટલાક સમયથી એવું અનુભવાયું છે કે ઘણાબધા લોકો સાથે અન્યાય થઇ રહ્યો છે. જેલમાં ઘણા કેદીઓ બંધ છે. જેમના મામલની સુનવણી વર્ષો સુધી થઇ નથી. કેટલાક એવા પણ આરોપી જેલમાં બંધ છે, અને તેમની સામે પોલીસે ખોટા સાક્ષીઓ ઉભા કરી દીધા છે. જોકે કેટલાંક એવા પણ મામલા છે જેમાં જેલમાં બંધ વ્યક્તિને ઘણા વર્ષ બાદ જેલમાં રાખ્યા બાદ નિર્દોષ ઠેરવવામાં આવે છે.'
તેમણે જણાવ્યું કે 'આ સ્વૈચ્છિક સંસ્થા આરટીઆઇનો ઉપયોગ કરીને જેલમાં બંધ વિચારાધીન તેમજ દોષી ઠેરવવામાં આવેલ લોકો અંગેની જાણકારી એકત્રીત કરશે. એનજીઓ આવા મામલામાં કાનૂની પ્રાવધાન અનુસાર હસ્તક્ષેપ કરશે અને જેલમાં ખોટી રીતે બંધ લોકોને જામીન અપાવવાની કોશીશ કરશે.'
કાત્જુએ બે દિવસ પહેલા જ મુંબઇની મુલાકાત લીધી હતી અને આપરાધીક મામલાના વકીલ મજીદ મેમન, કાર્યકર્તા તેમજ ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટ તથા વિભિન્ન સામાજિક કાર્યકર્તાઓ સાથે પણ મુલાકાત કરી હતી. અધિવક્તા મેમણે જણાવ્યું કે એનજીઓના મુખ્ય સંરક્ષક ન્યાયમૂર્તિ કાત્જુ રહેશે અને અધ્યક્ષ વરિષ્ઠ વકીલ ફલી એસ. નરીમન રહેશે. મેમણ અને ભટ્ટ આના ઉપાધ્યક્ષ રહેશે.












Click it and Unblock the Notifications
