For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેદારનાથમાં 15 દિવસ બાદ શરૂ થશે ઔપચારિક પૂજા

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 28 જૂન: કેદારનાથમાં વિધિ વિધાનથી પૂજા શરૂ કરાવવા માટે પહેલાં મંદિરની સાફ-સફાઇ માટે મંદિર સમિતિ શુક્રવારે 10 સભ્યોની નવી ટીમ ત્યાં મોકલશે ત્યારબાદ મંદિરનું શુદ્ધિકરણ થશે. ઉત્તરાખંડમાં આવેલા ભીષણ પૂરમાં સૌથી વધુ નુકસાન કેદારનાથ વિસ્તારમાં થયું છે જો કે મંદિર સુરક્ષિત છે.

બદ્રિનાથ કેદારનાથ મંદિર સમિતિના અધ્યક્ષ અને શ્રીનગરના ધારાસભ્ય ગણેશ ગોદિયાલે શ્રીનગરથી ફોન પર જણાવ્યું હતું કે મંદિરમાં અત્યારે નિયમિત પૂજા શરૂ કરવામાં આવી નથી. અહીં ઘણો કાટમાળ છે જેની સફાઇ માટે અમે શુક્રવારે હેલિકોપ્ટરથી દસ સભ્યોની ટીમ મોકલી રહ્યાં છીએ. ટીમનું નેતૃત્વ કેદારનાથના કાર્યકારી અધિકારી અનિલ શર્મા કરશે. હું પરમ દિવસે ત્યાં પહોંચી જઇશ.

તેમને કહ્યું હતું કે મંદિરના પરિસરમાંથી લાશો હટાવી દેવામાં આવી છે. શિવલિંગ રેતમાં દોઢ ફૂટ અંદર જતું રહ્યું હતું પરંતુ તેને કોઇ નુકસાન પહોંચ્યું નથી. મંદિરમાં કાટમાળ એકઠો થયો છે જેને મંદિર સમિતિ અને એનડીઆરએફના જવાનોએ હટાવી દિધો છે. હવે આ નવી ટીમ શુક્રવારે જઇ રહી છે. ગોદિયાલે કહ્યું હતું કે પૂરમાં મંદિર સમિતિના બધા કર્મચારી ગુમ થઇ ગયા છે જોકે અમારે નવી બનાવવી પડી.

kedarnath

મંદિરમાં પૂજા શરૂ થવાના સમાચાર મીડિયામાં આવી રહેલા સમાચારો વિશે પૂછવામાં આવતાં તેમને કહ્યું હતું કે પુજારીઓની હાજરીમાં વિધિ વિધાનથી હજુ સુધી કોઇ પુજા થઇ નથી જે લોકો પૂરમાં બચી ગયા છે, યે શંકરજીને અગરબત્તી, ફૂલ અને બિલીપત્ર ચઢાવી રહ્યાં છે. આ તેમની આસ્થા છે. તેમને કહ્યું હતું કે સફાઇ બાદ શંકરાચાર્ય અને રાવલજી (ભીમશંકર લિંગ શિવાચાર્ય, કેદારનાથના મુખ્ય પુરોહિત)ના માર્ગદર્શનમાં શુદ્ધિકરણ બાદ પૂજા સંપન્ન થશે. આમાં 15 દિવસનો સમય લાગશે.

કેદારનાથ મંદિરના મુખ્ય પુજારી બાગેશ લિંગે જણાવ્યું હતું કે મંદિરમાંથી તરતી મૂર્તિઓને નીચે ઉખીમઠમાં લાવવામાં આવી છે જ્યાં સામાન્ય રીતે શિયાળામાં તેમની સ્થાપના કરવામાં આવે છે. તેમને કહ્યું હતું કે અમે સામાન્ય રીતે શિયાળામાં મૂર્તિઓ નીચે લાવીએ છીએ પરંતુ પૂરના કારણે તેને પહેલાંથી લાવવી પડી. હવે કેદારનાથ મંદિરના શુદ્ધિકરણ બાદ ત્યાં પૂજા શરૂ થશે. જ્યાં સુધી શુદ્ધિકરણ થશે નહી, ત્યાં પૂજા થઇ શકે નહી.

English summary
With the Kedarnath temple premises in Uttarakhand cleared of all dead bodies, shrine authorities are preparing to clean the area and conduct sanctification process, hoping to resume formal pujas after about two weeks.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X