ખેમકા પ્રકરણ: કેજરીવાલ-કિરણ બેદીનો એક સુર

અશોક ખેમકાની બદલીના મુદ્દે પૂર્વ આઇપીએસ કિરણ બેદીએ કહ્યું હતું કે ઇમાનદાર ઓફિસર સાથે મોટાભાગે આવું જ થતું હોય છે. સરકાર તેને આગળ વધવા દેતી નથી અને બદલી ઉપર બદલી કરે છે જ્યારે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે તેમને વાઢેરા વિરૂદ્ધ મોરચો માંડ્યો એટલે ખેમકાએ હરિયાણા સરકાર વિરૂદ્ધ કામ કર્યું. સરકાર વાઢેરાને બચાવવા માટે અશોક ખેમકા પર કાર્યવાહી કરી રહી છે અને જેથી તે તેનો વિરોધ કરશે.
અશોક ખેમકા તે ઓફિસર છે જેમને 15 ઑક્ટોબરના રોજ વાઢેરા અને ડીએલએફને કેન્સલ કરી છે. અશોક ખેમકાની છાપ એક ઇમાનદાર ઓફીસરની છે જેના લીધે તેમની બદલીને વાઢેરાને બચાવવાની નજરથી જોવામાં આવે છે.












Click it and Unblock the Notifications
