નરેન્દ્ર મોદીની ડિગ્રી જાણવા કેજરીવાલ અડગ, હાઈકોર્ટમાં સમિક્ષાની માંગ કરી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી નકલી હોવાના આરોપો લાગી રહ્યા છે ત્યારે હવે અરવિંદ કેજરીવાલે હાઈકોર્ટમાં સમીક્ષાની માંગ કરી છે. કેજરીવાલે ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ પર ડિગ્રી ઉપલબ્ધ ન હોવાનો દાવો કર્યો છે.

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ મોદીની ડિગ્રી વિવાદ કેસમાં હાઈકોર્ટમાં આદેશની સમીક્ષા કરવાની માંગ કરી છે. કેજરીવાલે સમીક્ષા અરજીમાં કહ્યું છે કે, પીએમની ડિગ્રી ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ પર ઉપલબ્ધ નથી.

Narendra Modi degree dispute case

હાઈકોર્ટે કેજરીવાલની રિવ્યુ પિટિશન શુક્રવારે કોર્ટે સ્વીકારી લીધી છે. કેસની કોર્ટે આગામી સુનાવણી માટે 30 જૂનની તારીખ આપી છે. જસ્ટિસ બિરેન વૈષ્ણવની ડિવિઝન બેન્ચે અરજીની સુનાવણી કરતા પ્રતિવાદીઓ, ગુજરાત યુનિવર્સિટી, મુખ્ય માહિતી કમિશનર, તત્કાલીન CIC પ્રોફેસર એમ. શ્રીધર આચાર્યુલુ અને યુનિયન ઓફ ઈન્ડિયા માટે રૂલ જારી કર્યો છે.

કેજરીવાલે આ સમીક્ષા અરજીમાં કોર્ટને જણાવ્યુ છે કે, ગુજરાત યુનિવર્સિટી માટે સોલિસિટર જનરલ તુષાર મહેતા દ્વારા કરાયેલી રજૂઆતના આધારે 31મી માર્ચના તેના આદેશમાં નોંધ્યું છે કે પીએમ મોદીની શૈક્ષણિક ડિગ્રી ગુજરાત યુનિવર્સિટીની વેબસાઇટ પર ઉપલબ્ધ છે. આ યોગ્ય નથી. ગુજરાતની વેબસાઈટ પર માત્ર એક ઓફિસ રજીસ્ટર ઉપલબ્ધ છે. જે પીએમ મોદીની મૂળ ડિગ્રીથી અલગ છે.

અહીં તમને એ પણ જણાવી દઈએ કે, આ પહેલા હાઈકોર્ટે આદેશમાં કહ્યું હતું કે પીએમ મોદીની ડિગ્રી ગુજરાત યુનિવર્સિટીની વેબસાઈટ પર ઉપલબ્ધ છે અને અહીં તેની ચકાસણી થઈ શકે છે. હવે સીએમ કેજરીવાલે આ આધાર પર હાઈકોર્ટના નિર્ણયની સમીક્ષાની માંગ કરી છે.

કેજરીવાલે કહ્યું કે, પીએમ મોદીની ડિગ્રી ગુજરાત યુનિવર્સિટીની સત્તાવાર વેબસાઇટ પર નથી. કોર્ટનો આદેશ સ્પષ્ટ રીતે ભૂલભર્યો છે. હવે સમીક્ષા હાથ ધરાશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X