પોલ ખોલ: કેજરીવાલ આજે કરશે વધુ એક ખુલાસો

અરવિંદ કેજરીવાલે આ પહેલાં યૂપીએ અધ્યક્ષ સોનિયા ગાંધીના જમાઇ રોબર્ટ વાઢેરા, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નિતિન ગડકરી અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણી, વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ અંગે મોટા ખુલાસા કરી ચૂક્યા છે.
અરવિંદ કેજરીવાલે પોતાના ખુલાસામાં એનએસજી કમાંડોને નજરઅંદાજ કરવાના મુદ્દે આડેહાથ લીધી હતી. અરવિંદ કેજરીવાલે આક્ષેપ મુક્યો છે કે એનસજી કમાન્ડો કે જેમણે 26/11ના આતંકવાદી હુમલા દરમિયાન મહત્વની ભૂમિકા ભજવી હતી તેઓ હાલ દયાપાત્ર જીવન નિર્વાહ કરી રહ્યાં છે. તેમાના કેટલાકને ના તો પેન્શન મળ્યું છે કે ના તો તેમને મોડિકલ બેનિફિટ આપવામાં આવ્યું છે.
પૂર્વ એનસજી કમાન્ડો સુરેન્દ્ર સિંહે કહ્યું છે કે, ઓક્ટોબર 2011માં નિવૃત થયા પછી 13 મહિનાથી કોઇ પેન્શન મળી રહ્યું નથી કે અને જે પૈસા થયા તે આપવાની સરકારને ના પાડી દીધી. 008ના હુમલાના ઇજાગ્રસ્ત થયેલા જવાનોને સરકાર દ્વારા કોઇ મદદ કરવામાં આવી રહી નથી. અત્રે ઉલ્લેખનીય છે અરવિંદ કેજરીવાલ આજે વધુ એક ખુલાસો કરવા જઇ રહ્યાં છે તેનાથી પહેલાંની જેમ હંગામો મચશે કે નહી.












Click it and Unblock the Notifications
