For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેજરીવાલની લલકાર, રાજપથને લોકોથી ભરી દઇશું

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 જાન્યુઆરીઃ દિલ્હી પોલીસ વિરુદ્ધ કેજરીવાલ કેબિનેટના ધરણાનો આજે બીજો દિવસ છે. રેલ ભવનની બહાર આખી રાત આમ આદમી પાર્ટીના સમર્થકોની ભીડ રહી. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ રાત્રે રેલ ભવનની બહાર રસ્તા પર સુઇ ગયા. દિલ્હી સરકારના મંત્રીઓ સાથોસાથ આમ આદમી પાર્ટીના તમામ નેતાઓ ધરણા પર રહ્યા. ‘આપ' નેતા સંજય સિંહ અને યોગેંન્દ્ર યાદવના કાર્યકર્તાઓ પર આખી રાત ધરણા પર બેસેલા રહ્યાં.

arvind-kejriwal-prostest
કેજરીવાલે આજે સવારે મીડિયા સાથે વાત કરતા કેન્દ્ર સરકારને ચેતાવણી આપી દીધી. કેજરીવાલે કહ્યુ કે અમે રાજપથના લોકોથી ભરી દઇશું. હું લોકોને અપીલ કરુ છુ કે પોતાના કામમાંથી રજા લઇને ધરણામાં સામેલ થઇ જાય. આ સાથે જ કેજરીવાલે આરોપ લગાવ્યા કે રેલ ભવન અને પબ્લિક ટોઇલેટ પણ બંધ કરી દેવામાં આવ્યા છે, સાથે જ ધરણા સ્થળ સુધી પોલીસ ચા પણ પહોંચવા નથી દઇ રહી.

કેજરીવાલે કહ્યું કે, ભાજપ, કોંગ્રેસ અને મીડિયાનું એક ઝૂંડ લોકોને ગુમરાહ કરી રહ્યાં છે. આ વચ્ચે સવારે અરવિંદ કેજરીવાલે રેલ ભવનની આસપાસ લાગેલા બેરિકોડ ખોલવાના પ્રયત્નો પણ કર્યા. આ વચ્ચે મોમસ ખરાબ હોવાના કારણે ધરણામાં થોડીક ખલેલ જરૂર પડી. દિલ્હીના અનેક સ્થળોમાં વરસાદના કારણે અંધારુ છવાઇ ગયું છે. રેલ ભવન પાસે એવો નજારો પણ આવો જ રહ્યોછે. આપ સમર્થક વરસાદથી બચવા માટે બેનરનો સહારો લઇ રહ્યાં છે. અહીં સ્ટ્રીટ લાઇટ સળગાવી દેવામાં આવી છે. કોઇપણ મુશ્કેલ પરિસ્થિતિનો સામનો કરવા માટે આખી રાત ધરણા સ્થળની આસપાસ મોટી સંખ્યામાં સુરક્ષા દળ તેનાત રહ્યું છે.

English summary
On the second day of his protest, Delhi Chief Minister Arvind Kejriwal today upped the ante, threatening to flood Rajpath, the venue of Republic Day celebrations, with lakhs of supporters demanding action against policemen who refused to carry out a raid on an alleged drug and prostitution ring.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X