ઇલેક્ટ્રિસિટી બીલ મુદ્દે કેજરીવાલના આમરણ ઉપવાસ

arvind-kejriwal
નવી દિલ્હી,4 માર્ચઃ આમ આદમી પાર્ટીએ દિલ્હી ચૂંટણી પહેલા સરકારને ઘેરવા માટે નવી રણનીતિ બનાવી છે. આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ 23 માર્ચે એટલે કે ભગત સિંહના શહિદ દિને આમરણ અનશન પર બેસી રહ્યાં છે અને તેમનો મુદ્દો હશે ઇલેક્ટ્રિસિટી બીલ.

આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે લોકોને વિજળીના બિલ નહીં ભરવા માટે અપીલ કરી છે અને કહ્યું છે કે ઇલેક્ટ્રિસિટી કંપનીઓની મિલીભગતથી સરકારે વિજળીના ભાવ વધાર્યા છે, જ્યારે લોકોને ઓછા ભાવે વિજળી મળવી જોઇએ. આ મુદ્દો ભલે દિલ્હીનો છે, પરંતુ કેજરીવાલે વિરોધમાં હવે પોતાના કૌશાંબીના ઘરનું વિજળી બિલ પણ નહીં ભરવાનું એલાન કર્યું છે.

કેજરીવાલે જણાવ્યા પ્રમાણે લોકોએ 20 હજાર સુધીના અણધડ બિલ આવી રહ્યાં છે અને જ્યાં સુધી ઇલેક્ટ્રિસિટી કંપનીઓ પર લગામ નહીં લગાવવામાં આવે ત્યાં સુધી તેઓ આમરણ ઉપવાસ પર બેસશે. કેજરીવાલે જણાવ્યા પ્રમાણે દિલ્હી સરકાર, કેન્દ્ર સરકાર ડીઇઆરસી અને ઇલેક્ટ્રિસિટી કંપનીઓની મિલીભગત ચાલી રહી છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X