કેજરીવાલની કોંગ્રેસને ચેતવણી, અધ્યાદેશ પર સાથ નહીં તો ગઠબંધનને સમર્થન નહીં
કેન્દ્રની મોદી સરકારની લોકશાહી વિરોદી નીતિઓથી કંટાળીને વિપક્ષી પાર્ટીઓ એક મંચ પર આવવા માટેની તૈયારી કરી રહી છે. આ ક્રમમાં પટનામાં આજે બેઠક યોજાઈ હતી. જો કે એકતાની વાત વચ્ચે કોગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચેની ખેંચતાણ સામે આવી છે.
પટનામાં યોજાયેલી બેઠકમાં નીતિશ કુમાર, મલ્લિકાર્જુન ખડગે, મમતા બેનર્જી, ઓમર અબ્દુલ્લા, અરવિંદ કેજરીવાલ સહિત 15 પક્ષોના 30 નેતાઓએ હાજરી આપી હતી. બેઠક પૂરી થયા બાદ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજાઈ હતી. જો કે તેમાં દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ જોવા મળ્યા ન હતા. ત્યારબાદ આમ આદમી પાર્ટીએ એક નિવેદન જારી કર્યુ છે.

આ નિવેદનમાં આમ આદમી પાર્ટીએ કેન્દ્રના વટહુકમ સામે સમર્થન માંગ્યુ છે. આમ આદમી પાર્ટીએ જણાવ્યુ કે, કોંગ્રેસે હજુ સુધી વટહુકમ મુદ્દે પોતાનું વલણ સ્પષ્ટ કર્યું નથી. આવા મહત્વના મુદ્દા પર તે ટીમના ખેલાડી બનવાની અનિચ્છા રાખે છે. આ કારણોસર આમ આદમી પાર્ટી માટે આવા ગઠબંધનનો ભાગ બનવું મુશ્કેલ બનશે, જેમાં કોંગ્રેસ પણ સામેલ છે.
આમ આદમી પાર્ટીએ ચોખવટ કરતા કહ્યું કે, જ્યાં સુધી કોંગ્રેસ જાહેરમાં વટહુકમની નિંદા ન કરે અને રાજ્યસભામાં તેના તમામ 31 રાજ્યસભા સાંસદો વટહુકમનો વિરોધ કરશે તેવી જાહેરાત ન કરે ત્યાં સુધી AAP માટે કોંગ્રેસ હોય તેવા સમાન વિચારધારા ધરાવતા પક્ષોની ભવિષ્યની બેઠકોમાં ભાગ લેવો મુશ્કેલ બનશે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરના પૂર્વ સીએમ ઓમર અબ્દુલ્લાએ વિપક્ષી પાર્ટીઓનું 370 પર સમર્થન માંગ્યું છે. તેમણે કહ્યું કે, આટલા બધા લોકોને ભેગા કરવા નાની વાત નથી. અમારો હેતુ સત્તા મેળવવાનો નથી. આ સિદ્ધાંતો, વિચારધારા, વિચાર, ઈરાદાઓની લડાઈ છે.
તેમણે કહ્યું કે, મહેબૂબા મુફ્તી અને હું દેશના એવા કમનસીબ પ્રદેશથી સંબંધ ધરાવીએ છીએ જ્યાં દિવસે દિવસે લોકશાહીની હત્યા થઈ રહી છે. વઝીર-એ-આઝમને વ્હાઇટ હાઉસમાં લોકશાહીની વાત કરવી ગમે છે પણ આ લોકશાહી જમ્મુ-કાશ્મીર સુધી કેમ નથી પહોંચતી?
અહીં બંગાળના સીએમ મમતા બેનર્જીએ કહ્યું કે, પટનામાં જે મીટિંગ થઈ તે સારી રહી. અમે ત્રણ બાબતો પર ભાર મૂક્યો છે, મે એક છીએ, અમે સાથે મળીને લડીશું, આગામી બેઠક શિમલામાં યોજાશે. ભાજપ ઇચ્છે છે કે ઇતિહાસ બદલાય અને અમે ઇચ્છીએ છીએ કે બિહારથી ઇતિહાસ બચે.












Click it and Unblock the Notifications
